આગામી સમયમાં બનાસકાંઠા જિલ્લાના તમામ દિવ્યાંગ ભાઈઓ-બહેનોને એક જ સ્થળેથી તમામ સરકારી યોજનાઓનો લાભ મળી શકે તે માટે દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાશે. જેનો લાભ લેવા માટે જિલ્લાના તમામ દિવ્યાંગ ભાઈઓ-બહેનોએ તા.૩૧/૧૦/૨૦૨૪ સુધી રજીસ્ટ્રેશન ફરજિયાત કરાવવાનું રહેશે. સદર દિવ્યાંગ સેવા સેતુ અંતર્ગત લાભ મળનાર યોજનાઓની વિગતો આ મુજબ છે.
દિવ્યાંગ ભાઈઓ-બહેનોને એક જ સ્થળેથી તમામ સરકારી યોજનાઓનો લાભ મળી રહેશે
યોજનાનું નામ:દિવ્યાંગ બસ પાસ
– પાત્રતા: ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ
– મળવાપાત્ર લાભો:- દિવ્યાંગો માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની બસોમાં ગુજરાત તેમજ ગુજરાત રાજ્યની બહારના છેલ્લા બસ સ્ટેન્ડ સુધી મફત મુસાફરી યોજના
–ડોક્યુમેન્ટ:– ૧. અરજદારનો પાસપોર્ટ ફોટો ૨. અરજદારની સહી ૩. સિવિલ હોસ્પીટલ દ્વારા આપેલ મેડીકલ સર્ટીફિકેટ ૪. ઉમરનો પુરાવો (એલ.સી/જન્મનો દાખલો/મેડીકલ સર્ટિકિકેટ ૫. રેશનકાર્ડ ૬. આધારકાર્ડ
યોજનાનું નામ:- મનો દિવ્યાંગ યોજના
– પાત્રતા: ૫૦% કે તેથી વધુ બૌધ્ધિક અસમર્થતા, સેરેબલ પાલ્સિ અને ઓટીઝમ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.
– મળવાપાત્ર લાભો: આ યોજના હેઠળ લાભાર્થીને માસિક રૂ. ૧૦૦૦/- સહાય મળવા પાત્ર છે
– ડોક્યુમેન્ટ: ૧. અરજદારનો પાસપોર્ટ ફોટો ૨. સિવિલ હોસ્પિટલ દ્વારા આપેલ મેડીકલ સર્ટિ ૩. રેશનકાર્ડ. ૪.આધારકાર્ડ ૫. ઉમરનો પુરાવો (એલ.સી/જન્મનો દાખલો/ મેડીકલ સર્ટિ ૬. બેંક પાસબુકની નકલ ૭. દિવ્યાંગ ઓળખકાર્ડ
યોજનાનું નામ:-સંત સુરદાસ યોજના
– પાત્રતા: ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ (BPL સ્કોર ફરજિયાત નથી.)
– મળવાપાત્ર લાભો: આ યોજના હેઠળ લાભાર્થીને માસિક રૂ. ૧૦૦૦/- સહાય મળવા પાત્ર છે
– ડોક્યુમેન્ટ: ૧. અરજદારનો પાસપોર્ટ ફોટો ૨. સિવિલ હોસ્પીટલ દ્વારા આપેલ મેડીકલ સર્ટીફિકેટ ૩. રેશનકાર્ડ. ૪. આધારકાર્ડ ૫. ઉમરનો પુરાવો (એલ.સી/જન્મ નો દાખલો/ મેડીકલ સર્ટિ ૬. બેંક પાસબુકની નકલ ૭. દિવ્યાંગ ઓળખકાર્ડ
યોજનાનું નામ:- દિવ્યાંગ લગ્ન સહાય યોજના
– પાત્રતા: કન્યાની ઉંમર ૧૮ વર્ષથી ઉપર અને છોકરાની ઉંમર ૨૧ વર્ષથી વધુ હોવી જોઈએ. આ યોજના હેઠળ લગ્ન થયાના બે વર્ષની અંદર સહાય મેળવવા અરજી કરવાની હોય છે.
– મળવાપાત્ર લાભો: આ યોજના હેઠળ દિવ્યાંગથી દિવ્યાંગ વ્યકિત લગ્ન કરે ત્યારે રુ.૫૦,૦૦૦/- + .૫૦,૦૦૦/- મળીને કુલ રૂ. ૧૦૦૦૦૦/- તેમજ સામાન્ય/વ્યકિતથી દિવ્યાંગ વ્યકિત લગ્ન કરે ત્યારે રૂ. રુ.૫૦,૦૦૦/- ની સહાય ચુકવવામાં આવે છે.
– ડોક્યુમેન્ટ: ૧. અરજદારનો પાસપોર્ટ ફોટો ૨. લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર ૩. બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ ૪. કન્યા/કુમારનો સિવિલ સર્જનનો દિવ્યાંગતાના દાખલાની પ્રમાણિત નકલ ૫. રહેઠાણનો પુરાવો (રેશન કાર્ડ/વીજળી બીલ/ડ્રાઈવિંગ લાઈસન્સ/ આધાર કાર્ડ/ચૂંટણી કાર્ડ પૈકી કોઈ પણ એક) ૬. અરજદારનું શાળા છોડયાનું પ્રમાણપત્ર ૭. કન્યા/કુમારનું શાળા છોડયાનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.
સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત દિવ્યાંગ લોકોએ ઉપરોક્ત યોજનાઓનો લાભ લેવા માટે લિંક
https://docs.google.com/forms/d/e/1FAIpQLSfJnBF_ucpNzVHRPWEjbUojt0DghdP_em4G2Cd5I8zKARl2TA/viewform અથવા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, જોરાવર પેલેસ, સેવા સદન-ર, જી ૩૪,૩૫ પાલનપુર, ઓફિસ નંબર ૦૨૭૪ર-રપર૪૭૮ સંપર્ક કરવા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા એક યાદીમાં જણાવ્યું છે.