દિયોદર સમીપે આવેલ વખા ખાતે જી. વી. વાઘેલા કોલેજ કેમ્પસ ના આંગણે જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી,જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની કચેરી, બનાસકાંઠા વી.કે.વાઘેલા હાઈસ્કૂલ દિયોદરના સંયુક્ત ઉપક્રમે પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળા ઓનો જિલ્લા કક્ષાનો ૫૫મો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૪-૨૫ આગામી તા.૧૩ થી ૧૫ ડિસેમ્બર દરમિયાન યોજાનાર છે.જેનો શુભારંભ આજરોજ વિધાનસભા ના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
પ્રારંભ માં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ.બાદમાં જી. વી. વાઘેલા કોલેજ ના પ્રમુખ પ્રવિણસિંહ વાઘેલાએ સૌને આવકાર્યા હતા.
આ પ્રસંગે બાળકોને જીજ્ઞાસા વૃતિરાખવાની પ્રેરણા આપતાં શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આજે નવી જનરેશન વિજ્ઞાન તરફ આગળ વધી રહ્યું છે જે દેશ માટે સારી નિશાની છે.નવીન જનરેશનનું માઈન્ડ ખુબ સારૂ છે. ઈશ્વરે તેમને ખૂબજ શક્તિ આપી છે. ભ્રમણશક્તિ ખૂબજ છે.જેથી બાળ વૈજ્ઞાનીકોને આગળ વધવા દો સાચું છોડી દો અને બાળકોને ખીલવા દો તોજ દેશનો વિકાસ થશે.
ધારાસભ્ય કેશાજી ચૌહાણે બાળવૈજ્ઞાનિકો ને શુભકામનાઓ પાઠવેલ.હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી ના વાઈસ ચાન્સેલર ડો.કે.એમ પોરીયા એ જણાવેલ કે કદાચ વિજ્ઞાનનો ઈતિહાસ ૩૦૦ વર્ષનો છે. તેવું પ્રશ્ચિમના દેશો માને છે.પરંતુ ભારત ને પાટ પરા અનુસાર તે પ હજાર વર્ષથી વધુ હોવાનું મનાય છે.
આ પ્રસંગ બનાસબેંકના ચેરમેન ડાયાભાઈ પીલીયાતર, ગુમાનસિંહ ચૌહાણ, બનાસડેરીના ડીરેક્ટર ઇશ્વરભાઇ પટેલ,દિલીપસિંહ વાઘેલા, માર્કેટ સમિતિના ચેરમેન માલાભાઈ પટેલ, પરાગભાઈ જાેષી,તાલુકા ભાજપ પ્રમુખ હસુભાઈ ચૌધરી, પૂર્વ પ્રમુખ વનરાજસિંહ વાઘેલા, રમેશભાઈ પટેલ, બાબુભાઈ માળી, ચેલાભાઈ પટેલ, મહિલા પ્રમુખ અલકાબેન જાેષી,જીલ્લા ભાજપ મહિલા પ્રમુખ ભીખીબેન વોરા, સહિતના શિક્ષણપ્રેમી ઓ તથા બાળકો ઉપસ્થિત રહેલ.
જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચત્તર માધ્યમિક શાળાના બાળકો પોતાની વિવિધ કૃતિઓ રજૂ કરી તેમની પ્રતિભા રજૂ કરાયેલ.આ જિલ્લા કક્ષાના બાળ વિજ્ઞાન પ્રદર્શન દ્વારા શાળાના વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વિચાર અને નવીનતાને પ્રોત્સાહન મળે તે હેતુથી કાર્યક્રમનું આયોજન કરાયેલ.
આ પ્રદર્શન થકી વિદ્યાર્થીઓને તેમના વૈજ્ઞાનિક પ્રોજેક્ટ્સ, મોડેલ્સ અને પ્રયોગો પ્રદર્શિત કરવા માટે એક પ્લેટફોર્મ મળી રહેલ છે. તો આ પંથકના સૌ પ્રજાજનોને આ બાળ વિજ્ઞાન પ્રદર્શન નિહાળવા ઉમટી પડ્યા હતા.તો આ પંથકના સૌ પ્રજાજનોને આ ત્રણ દિવસ ચાલનાર બાળ વિજ્ઞાન પ્રદર્શન નિહાળવા અનુરોધ કરાયો છે