ભારતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લોકલ બિઝનેસનો વિકાસ થાય અને સ્થાનિક લોકો આત્મનિર્ભર બને તે હેતુથી વોકલ ફોર લોકલ અભિયાન નો પ્રારંભ કરવામાં આવ્યો છે.
જે અંતર્ગત બનાસકાંઠાના ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી દ્વારા પણ પ્રધાનમંત્રી ના આ વોકલ ફોર લોકલ અભિયાનના સમર્થનમાં કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો.
જેમાં ધારાસભ્યશ્રી તેમના સમર્થકો સાથે ડીસામાં આવેલ પંડિત દીન દયાલ ઉપાધ્યાય દિવ્યાંગ ભવન ખુશીઓનું સરનામું ખાતે પહોંચ્યા જ્યાં તેમના અને તેમના સમર્થકો દ્વારા દિવ્યાંગ લોકો દ્વારા બનાવવામાં આવેલ હસ્તનિર્મિત કોડિયાઓ તથા દિપાવલીના શણગારના બીજા સામાનની ખરીદી કરવામાં આવી તેમના આ કાર્યક્રમ થકી અનેક દિવ્યાંગ લોકોને રોજગારી મળવાનો સંભવ છે અને અનેક દિવ્યાંગ લોકોને આત્મ નિર્ભર બનાવવાનું ભગીરથ કાર્ય કરવામાં આવ્યું.
તથા દિવ્યાંગ લોકો પણ આત્મનિર્ભર બની અને સન્માનની જિંદગી ગુજારી શકે તે માટે સુંદર મજાનો પ્રયત્ન કરવામાં આવ્યો