કચ્છમાં તારીખ 26 થી 30 નવેમ્બરમાં દિવ્ય દરબાર આયોજિત થયો હતો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટવા ની સંભાવનાઓ વ્યક્ત કરાતી હતી પરતું ગુજરાત માં આવેલ કમોસમી વરસાદ વિલન બની આવ્યો છે બાબા બાગેશ્વરના દિવ્ય દરબાર માં Baba Bageshwar Dham મળતી માહિતી પ્રમાણે, બાબા બાગેશ્વર ધામના આચાર્ય ધિરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર આગામી 26 થી 30 તારીખ સુધીમાં યોજાવવાનો હતો
કચ્છ જિલ્લામાં Gujarat Kutch District ફરી એકવાર છતરપુર વાળા બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવવાનો હતો 26 થી 30 તારીખ દરમિયાન બાગેશ્વર ધામની હનુમંત કથા માટે ધ્વજારોહણ અને બાઈક રેલી આયોજિત કરવામાં આવી હતી પરંતુ તારીખ 26 ના રોજ સમગ્ર ગુજરાત માં ભયંકર વરસાદ કરા સાથે પડ્યો છે જેને લઈને કચ્છ ના ગાંધીધામ ની આ જગ્યા કે જ્યાં બાબા બાગેશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર ના પંડાલ Divine court of Baba Bageshwar Pandit Dhirendra Shastri કે જ્યાં રોજ ૩૦ થી ૪૦ હજાર લોકો આવશે અને જેના માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી
આ પંડાલ ની વરસાદે એવી હાલત કરી કે વ્યવસ્થાપકો ભારે હાલાકી ભોગવી ને પણ આયોજન વ્યવસ્થીત કરી શકશે નહીં
કોણ છે પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી મૂળ મધ્યપ્રદેશના છે. એવું કહેવાય છે કે બાગેશ્વર ધામ સરકારના વડા ધીરેન્દ્ર શાસ્ત્રીએ હનુમાનજીના સાક્ષાત દર્શન થયા છે. તેમના ચમત્કારોના કારણે ધીરેન્દ્ર શાસ્ત્રી વિશ્વભરમાં જાણીતા છે. તે પોતાના ભક્તોની સમસ્યાઓનું નિરાકરણ ચિઠ્ઠી દ્વારા કરે છે. એવું માનવામાં આવે છે કે જે પણ ભક્ત બાગેશ્વર ધામમાં અરજી કરે છે તેમની તમામ સમસ્યાનું સમાધાન ધીરેન્દ્ર શાસ્ત્રી એક કાગળ પર લખીને આપે છે.
ધીરેન્દ્ર શાસ્ત્રી મધ્યપ્રદેશના છતરપુર Chhatarpur of Madhya Pradesh જિલ્લાના પ્રખ્યાત અને પ્રાચીન ધાર્મિક સ્થળ બાગેશ્વર ધામ સરકારના વડા છે. દેશના ખૂણે-ખૂણેથી લોકો અહીં દર્શન માટે આવે છે અને પોતાની સમસ્યાઓ અંગે ફરિયાદ કરે છે. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પ્રખ્યાત કથા પણકાર છે અને દિવ્ય દરબાર પણ ભરે છે.
પેઢી દર પેઢી બાગેશ્વર ધામમાં પ્રખ્યાત સંતો દરબાર કરતા આવ્યા છે. ધીરેન્દ્ર શાસ્ત્રી પહેલા તેમના દાદા ભગવાનદાસ ગર્ગ અહીં દરબાર લગાવતા હતા. જો કે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પણ વિવાદોથી પણ ઘેરાયેલા રહે છે. ઘણા લોકો તેના ઉપાયને ચમત્કાર કહે છે તો કેટલાક તેને અંધશ્રદ્ધા કહે છે. પરંતુ ધીરેન્દ્ર શાસ્ત્રીમાં લાખો ભક્તોને અપાર શ્રદ્ધા છે એ વાતને નકારી શકાય નહીં.