”સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં સ્વચ્છતા અંગેના પ્રવૃતિઓના ભાગરૂપે રાજ્યભરના ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારમાં આવેલા ‘બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન’ માં ‘સફાઈ અભિયાન’ હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં તમામ જિલ્લા કચેરીઓ, નગરપાલિકાઓ, તાલુકા કચેરીઓ, ગ્રામ પંચાયત, શૈક્ષણિક સંસ્થાઓ, બોર્ડ, નિગમો, સ્વાયત સંસ્થાઓ તેમજ પોતાના વિસ્તારમાં યોજાનાર સફાઈ અભિયાનમાં સહભાગી થવા નગર- ગ્રામજનોને વહીવટી તંત્ર દ્વારા આહવાન કરવામાં આવ્યું છે.
પૂજય મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવાના ઉદ્દેશ્ય સાથે ભારત ભરમાં ‘સ્વચ્છતા હી સેવા’ નું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. રાજ્યભરમાં નાગરિકોના સમર્થનથી ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન સાચા અર્થમાં જન આંદોલન બન્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ગાંધી જયંતિ બાદ બે મહિના માટે “સ્વચ્છતા હી સેવા” ઉપક્રમને શરૂ રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
આ ઉપક્રમમાં દરેક નાગરીક પોતાની આસપાસની ગંદકી દૂર કરી સ્વચ્છતા રાખવા વધુ કટિબદ્ધ બને તે સમયની માંગ છે. દરેક ગુજરાતી એક નાનું ડગલું સ્વચ્છતા તરફ માંડશે તો જોત જોતામાં આપણું ‘ગુજરાત વધુ સ્વચ્છ અને સુંદર’ બનશે. તેવા આશ્રયથી દિયોદર એસ.ટી. ડેપો મેનેજર અને એસ.ટી. ડેપોના અધિકારીઓ તથા આઈ.ટી.આઇ. ના વિદ્યાર્થીઓ તથા આઈ.ટી.આઇ.ના ઇન્સ્પેક્ટરો દ્વાર સફાઈ અભિયાન માટે દિયોદર નગરજનોમાં સફાઈ માટે જાગૃતિ લાવવાના હેતુથી રેલી કાઢવામાં આવી હતી.