deodar news : દિયોદર તાલુકાના જાડા -કોતરવાડા રોડ ઉપર લોકસભાની ચૂંટણી માં બનાસકાંઠાના ભાજપના ઉમેદવાર ડો.રેખાબેન ચૌઘરી ના પ્રચાર માટે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ની જાહેર સભા યોજાઈ. આ જાહેરસભામાં બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કિર્તિસિંહ વાઘેલાએ સૌને આવકાર્યા હતા. આ સાથે સભામા સાંસદ પરબતભાઇ પટેલ, ધારાસભ્ય કેશાજી ચૌહાણ,પ્રદેશના ઉપાધ્યક્ષ જયંતિભાઇ કવાડિયા, પ્રદેશના સહ પ્રવકતા પ્રેરકભાઇ શાહ, જીલ્લા મહિલા મોરચાના પ્રમુખ ભીખીબેન વોરા સહિત જિલ્લા અને પ્રદેશના હોદ્દેદારશ્રીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે બનાસકાંઠાના ભાજપના ઉમેદવાર ડો.રેખાબેન ચૌધરીએ જણાવ્યું કે બનાસકાંઠાની સેવા કરવાની તક આપ સૌ આપશો તો તેને સાર્થક કરવાનો પ્રયત્ન કરીશ. જીલ્લાના ગામે ગામ પાણી પહોંચે તેવા પ્રયાસો કરીશ. દીયોદર ખાતે ભાજપ ની જાહેરસભા સભામાં ભાજપ નો ભરતી મેળો ચાલુ રહ્યો હતો અને કોંગ્રેસના કેટલાક કાર્યકરો ભાજપમાં જોડાતાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ના વરદ હસ્તે ખેસ અને ટોપી ધારણ કરાવવામા આવેલ.
આ પ્રસંગે 14 દિયોદર વિધાનસભા ના ધારાસભ્ય કેશાજી ચૌહાણ દ્વારા સુંદર વાત રજૂ કરાયેલ. આ ચૂંટણી માં તમે લોકો મોદી ને મત આપજો મોદી સાહેબ ને ત્રીજી વાર વડાપ્રધાન બનાવવાના છે માટે ઉમેદવાર તો માત્ર નિમિત્ત છે માટે બનાસકાંઠા ના ભાજપ ના ઉમેદવાર ને મત આપજો આ મત સીધો મોદી સાહેબ ને જશે.
આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સંબોધન કરતા જણાવ્યું કે, કોંગ્રેસ પાસે સત્તા હતી ત્યારે જનતાની સમસ્યાને દુર કરવાના કોઇ પ્રયાસ કર્યા નથી આજે ઘરે ઘરે પિવાનુ પાણી મળી રહે તે માટે સરકારે પ્રયાસ કર્યો છે અને આ વિસ્તારમા આજે સફેદ ક્રાંતી જોવા મળે છે. બનાસ ડેરીના કારણે વિસ્તારના લોકોની આર્થિક સ્થિતિ સારી થઇ છે. નરેન્દ્રભાઇ મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઇ રહ્યા છે તેના માટે બનાસકાંઠાના ભાજપના ઉમેદવારને જંગી મતોથી જીતાડવાના છે.
આ જાહેરસભામા જીલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, સાંસદ પરબતભાઇ પટેલ, ધારાસભ્ય કેશાજી ચૌહાણ, પ્રદેશના ઉપાધ્યક્ષ જયંતિભાઇ કવાડિયા,પ્રદેશના સહ પ્રવકતા પ્રેરકભાઇ શાહ, જીલ્લા મહિલા મોરચાના પ્રમુખ ભીખીબેન વોરા સહિત જિલ્લા અને પ્રદેશના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. દિયોદર તાલુકાના સંગઠન દ્વારા સૌને આવકાર્યા હતા.