વિસનગર તાલુકાના તરભ ખાતે આગામી ૧૬ થી ૨૨ ફેબ્રુઆરી માં આશરે ૯૦૦ વર્ષ પુરાણા મંદિર ની જગ્યા માં વાળીનાથ મહાદેવ ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે.
યાત્રાધામ માં પ્રસ્થાપિત થનાર મહા શિવલિંગ બાર જ્યોતિર્લિંગ ચારધામ નું ગુજરાત ના અલગ અલગ ગામો શહેરમાં પરિભ્રમણ કરી ને આજે ભડકાસર.થી દીયોદર નગરે શિવ યાત્રા આવી પહોચતા તેનું રબારી સમાજ સહિત દરેક સમાજ તેમજ વિવિધ સંસ્થાઓ ,સંગઠનો વેપારી એસોસિયેશન દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું જેમાં દિયોદર શહેરના મુખ્ય માર્ગો પર રથયાત્રા ડી જે ના તાલે શિવધુંન સાથે નીકળેલી હતી ભકતજનો ડી જે ના તાલે ઝૂમી ઉઠ્યા હતા શિવ યાત્રા માં રબારી સમાજ સહિત અન્ય સમાજના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.યુવાનોએ વિશાળ બાઈક રેલી સાથે જોડાયેલ.
બાદમાં મીની અંબાજી સણાદર ધામ ખાતે વિશાળ સભા યોજાયેલ. જેમાં રબારી સમાજ દ્વારા શિવ યાત્રા નું પૂજન કર્યું હતું .ભક્તોએ મહા આરતી કરી વિશ્વ કલ્યાણ માટે ની પ્રાર્થના કરી હતી પધારેલા સૌનું સ્વાગત કરવામાં આવ્યું હતું
આ પ્રસંગે સણાદર અંબાજી મંદિરના મહંત અંકુશગિરીબાપુ , મહંત કાનદાસ બાપુ, નાગરદાસ બાપુ , તેમજ પૂર્વ ધારાસભ્ય શીવાભાઈ ભુરીયા દિયોદર કેળવણી મંડળ ના પ્રમુખ પ્રવીણસિંહ વાઘેલા, દિયોદર સરપંચ ગિરિરાજસિંહ વાઘેલા બનાસ ડેરી અને બનાસ બેંકના ડિરેક્ટર ઇશ્ર્વરભાઇ પટેલ,
જિલ્લા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ નરસિંહભાઈ રબારી,જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ ભીખીબેન વોરા પૂર્વ ભાજપ પ્રમુખ વનરાજસિંહ વાઘેલા જીલ્લા ભાજપ મહામંત્રી રમેશભાઈ દેસાઈ, જિલ્લા ભાજપના મંત્રી ડી કે દેસાઈ તાલુકા સંઘના વાઇસ ચેરમેન કમરશીભાઈ દેસાઈ, અમીભાઈ દેસાઈ , સોમાભાઈ દેસાઈ, રાજુભાઇ દેસાઈ , કનુભાઈ દેસાઈ, ભરતભાઈ દેસાઈ, બાબુભાઈ દેસાઈ,સુડાભાઈ દેસાઈ સહિત રબારી સમાજના અને અન્ય સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા.સભાનું સંચાલન જગમાલભાઈ દેસાઈ અને રોહિતભાઈ સોનીએ કરેલ
ગુજરાત ના તમામ ખુણે ખૂણે શિવલિંગ યાત્રા દર્શન અર્થે સુરતથી નીકળેલી ૬૦ દિવસના પ્રવાસ માં રાજ્યના તમામ તાલુકામાં આ યાત્રા જવાની છે.શિક્ષણની જ્યોત જગવનાર પ.પૂ. સંત સિરોમણી બ્રહ્મલીન સંત એવા બળદેવગીરી બાપુ દ્વારા સમગ્ર ઉત્તર ગુજરાત ની સાથે સાથે ગુજરાત અને રાજસ્થાનમાં પણ શિક્ષણ પ્રત્યે પણ તેમનું ખાસ યોગદાન રહ્યુ હતુ. અને તેમના શિષ્ય રત્ન એવા જયરામગીરી મહારાજ દ્વારા પોતાના ગુરુનું તરભ ખાતે શિવ નું ભવ્ય મંદિર બનાવવાનું સ્વપ્ન સાકાર કરવા માટે તેમણે શિવલિંગ ને તમામ જ્યોતીલિંગ ખાતે જળાભિષેક કરીને આ શિવલીંગ ની યાત્રા સમગ્ર ગુજરાતમાં ફેરવી રહ્યા છે