દિયોદર માકૅટ સમિતિના ચેરમેન ઇશ્વરભાઈ તરક ને ભાજપના સંગઠન દ્વારા ચેરમેન તરીકે રાજીનામું આપી દેવા સુચના આપવામાં આવી હતી. ત્યારે પોતે ડિરેક્ટરઓમાં બહુમતી ધરાવતા હોવાની પ્રદેશ કક્ષાએ રજૂઆત કરતાં પ્રદેશ માંથી ઉપપ્રમુખ અને બનાસકાંઠા જિલ્લા ભાજપ ના પ્રભારી જયંતીભાઈ કાવડિયા દિયોદર આવી દિયોદર માકૅટ સમિતિના સભ્યો નો કોન્સેપ્ટ લીધેલ.
ત્યાર બાદ ઘણા દિવસો પસાર થતાં કોઈ જ નિણર્ય ન આવતા ચચૉસ્પદ બનવા પામેલ. ત્યારે કહેવાય છે કે ચેરમેન ઇશ્વરભાઈ તરકે સામાજિક કાર્યોમાં રોકાયેલા હોઇ બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા ને તારીખ ૧૦ લખી રાજીનામું મોકલી આપ્યું હોવાનું જાણવા મળ્યું છે. હવે બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા તારીખ ૧૦ ના રોજ મળેલ રાજીનામું સ્વીકારી લે છે કે શું કરે છે…તેની મીટ મંડાઇ રહી છે.
જોકે કહેવાય છેકે જિલ્લા ભાજપ પ્રભારી એ ડિરેક્ટરો તેમજ સંગઠન ના હોદેદારો ને સાંભળેલા ત્યારે ૧૪ જેટલા ડિરેક્ટરો એ વર્તમાન ચેરમેન ઇશ્વરભાઇ તરક સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો. મળતી માહિતી મુજબ બનાસકાંઠા જિલ્લા ભાજપ ના પ્રભારી જયંતીભાઈ કાવડિયા એ ભાજપના વતૅમાન સંગઠનના હોદ્દેદારો તેમજ પૂર્વ સંગઠનના હોદ્દેદારો તથા તમામ ડિરેક્ટરો ને સાંભળેલ અને ચચૉ કરેલ પરંતુ આખરે અનિર્ણિત રહેતા દિયોદર માર્કેટયાર્ડ ચેરમેન ઇશ્વરભાઇ તરકે હથિયારો હેઠા મૂક્યા છે.