દીઓદરના પૂર્વ સરપંચ ગિરિરાજસિંહ વાઘેલા અને તેમના મિત્રો સાથે ગતરોજ દીઓદર થી ગેળા હનુમાનજી મંદિર સુધી પગપાળા યાત્રા યોજી.
તેમની આ યાત્રા દીઓદર વિસ્તારના લોકોની સુખ, શાંતિ અને સમૃધ્ધિ વધે અને સર્વ સમાજ માં શાંતિ અને એકતા માટે આયોજિત કરાઇ
ગત સાંજે સૌ મિત્રો સાથે મળી વાજતે ગાજતે આ યાત્રા નો દીયોદર થી પ્રારંભ કરાયો અને તેઓનું ગામે ગામ ભવ્ય સ્વાગત કરવામાં આવેલ.
સમગ્ર યાત્રા સવારે ગેળા પહોંચતાં ગામલોકો દ્વારા ભવ્ય સ્વાગત થયેલ.
બાદમાં તેઓએ હનુમાનજી ની સેવા-પૂજા કરી ધ્વજા ચડાવેલ અને ધન્યતા અનુભવેલ.
આ પ્રસંગે મોટી સંખ્યામાં મિત્રો તેમજ વિશાળ સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહેલા.