Deodar APMC : સહકારી ક્ષેત્રમાં ભાજપ સંગઠન દ્વારા મેન્ડેટ પ્રથા અમલમાં મુકવામાં આવેલ છે. જેનો કેટલીક જગ્યાએ ઉપયોગ થઈ રહ્યો છે.
દીઓદર માર્કેટ સમિતિમાં ચેરમેન તરીકે ભાજપના જ ઈશ્વરભાઈ તરક સેવા આપી રહ્યા છે. છેલ્લા કેટલાક સમય થી કહેવાય છે કે ભાજપ સંગઠન સાથે ચેરમેનનો તાલમેલ ઓછો દેખાતાં કહેવાય છે કે સંગઠન દ્વારા ચેરમેનને રાજીનામું આપી દેવા મૌખીક સુચનો અપાયેલ છે.
જે અંતર્ગત આજે સવારે સણાદર નજીક ડોક્ટર ફાર્મ હાઉસમાં ભાજપના સંગઠન તેમજ પદાધિકારીઓ ની બેઠક યોજાયેલ. જેમાં માર્કેટ સમિતિના ડીરેક્ટરોની બેઠક બોલાવેલ.
૧૬ ચુંટાયેલા ડીરેક્ટરો પૈકી ભાજપ પ્રેરીત ૧૦ ડીરક્ટરો છે. જે પૈકી છ ડીરેક્ટરો હાજર રહેલ. જોકે કે પૂર્વ ચેરમેન શીવભાઈ ભુરીયા ગૃપના છ ડીરેક્ટરો ચુંટાયેલા છે તેઓ કેેવું રૂપ ધારણ કરે છે તેના પર નિર્ભર છે.
જાે કે છ પૈકી ર ડીરેક્ટર ભાજપ સાથે નાતો ધરાવે છે અને તેમને ભાજપ સંગઠન સાથે રહેવાની તૈયારી દર્શાવી હોવાનું જણાય છે.
દીઓદર માર્કેટ સમિતિમાં ૧ ડીરક્ટર કોટડા ગ્રામ પંચાયત નો છે. જે હાલના ચેરમેનનો વફાદાર છે. પરંતુ તે પણ ટક્કર કેવી ઝાલે તેના પર નિર્ભર રહે.
આમ હાલે વર્તમાન ચેરમેન ઈશ્વરભાઈ તરક પાસે ૪ ડીરેક્ટરો સમર્થનમાં રહે તેમજં ૪ ડીરેક્ટરો શીવાભાઈ ભુરીયાના તથા ૧ ગ્રામ પંચાયતના સદસ્ય તો પણ ૯ નો આંકડો થાય વર્તમાન ૧૬ ડીરેક્ટર ચુંટાયેલ ૧ ગ્રામ પંચાયત ૨ સરકારી પ્રતિનિધિ થઈ ૧૯ ડીરેક્ટો રહે.
આમ જાે ચેરમેન સોમવારે રાજીનામું નહીં આપે તો ભાજપના ડીરેક્ટરો અવિશ્વાસની દરખાસ્ત લાવે તો નવાઈ નહી…
હાલે દીઓદર માર્કેટ સમિતિ ચર્ચાના ચગડોળે ચડવા પામેલ છે.
દીઓદર ધારાસભ્યશ્રી કેશાજી ચૌહાણ હાલે સક્રીય બની સંગઠન થકી કંઈક પરિણામ મેળવવા આશાવાદી છે. હવે વર્તમાન ચેરમેન ભાજપ સંગઠનના શરણે જાય છે કે બગાવત કરે છે તેના પર નિર્ભર રહે છે.