Deodar News : દિયોદર માકૅટ સમિતિનું કોકડું પ્રદેશના હવાલે… પ્રભારી પ્રદેશ માં અહેવાલ આપશે.
દિયોદર માકૅટ સમિતિના ચેરમેન ઇશ્ર્વરભાઇ તરક ને ભાજપના સંગઠન દ્વારા ચેરમેન તરીકે રાજીનામું આપી દેવા સુચના આપવામાં આવી છે. ત્યારે પોતે ડિરેક્ટર ઓમાં બહુમતી ધરાવતા હોવાની પ્રદેશ કક્ષાએ રજૂઆત કરવામાં આવી
જેને લઈને ભાજપના ગુજરાત પ્રદેશ માંથી ઉપપ્રમુખ અને બનાસકાંઠા જિલ્લાના પ્રભારી જયંતીભાઈ કાવડિયા તથા જીલ્લા ના સંગઠનના મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ દિયોદર આવી દિયોદર માકૅટ સમિતિના સભ્યો નો કોન્સેપ્ટ લીધેલ.
જોકે પત્રકારો સાથેની વાતચીતમાં જયંતીભાઈ કાવડિયા એ જણાવ્યું કે ચેરમેન ના રાજીનામું બાબતે મને જાણકારી નથી. પરંતુ બનાસકાંઠા જિલ્લાના ૨૨ મંડળો આવેલા છે. કાયૅક્રતાઓને અંદરો અંદર મતભેદ હોઈ શકે છે. મારા ધ્યાનમાં મતભેદો આવતાં સંગઠનના પ્રભારી તરીકે સોલ્યુશન કરવાની મારી ફરજ છે.
જેના ભાગરૂપે આજે દિયોદર તાલુકાના સંગઠનના તથા ચુંટાયેલી પાંખના માકૅટ ના તમામ ડિરેક્ટરો ને બોલાવી સાંભળ્યા છે.અમારી ટીમ દિયોદર માકૅટ ના તમામ ૧૭ ડિરેક્ટરો સાથે મળીને સંગઠનના તાલ સાથે કામ કરી રહ્યા છે.
ઇશ્વરલાલ નું કિસ્મત… પ્રદેશના આંગણે..
જોકે કહેવાય છેકે ૧૪ જેટલા ડિરેક્ટરો એ ચેરમેન સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો.પ્રભારી શ્રી એ ભાજપના વતૅમાન સંગઠનના હોદ્દેદારો તેમજ પૂર્વ સંગઠનના હોદ્દેદારો, ધારાસભ્ય શ્રી કેશાજી ચૌહાણ, તથા તમામ ડિરેક્ટરો ને સાંભળેલ. અને ચચૉ કરેલ.
કહેવાય છેકે પ્રભારી દ્વારા પ્રદેશ માં અહેવાલ આપશે.બાદમાં પ્રદેશ પ્રમુખ દ્વારા શું નિણર્ય લેવાય છે તેની મીટ મંડાઇ રહી છે…