- ‘આપ’ ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં યોજાનાર સભાના પ્રચાર માટે ‘આપ’ દ્વારા જનસંપર્ક અભિયાન
- ચૈતર વસાવાના સમર્થનમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો સભામાં જોડાવવા આહવાન
7મી જાન્યુઆરી રવિવારે નેત્રંગ ખાતે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવા અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં મોટી સભા કરી રહ્યા છે.
હાલમાં ભરૂચ લોકસભા બેઠક વિસ્તારની સાથે બાજુની લોકસભાના દરેક તાલુકા અને દરેક ગામ સુધી પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. હાલમાં મધ્યઝોન દ્વારા બે દિવસ સુધી કરજણ વિધાનસભાની આસપાસના વિસ્તારમાં જનસંપર્ક અને પદયાત્રાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને આવનારી સભામાં લોકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. સાતમી જાન્યુઆરીના રોજ આયોજીત સભામાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાશે.
મધ્ય ગુજરાત ઝોનમાંથી આમ આદમી પાર્ટીના પ્રદેશ ફ્રંટલ પ્રમુખ પ્રવીણ રામ, કાર્યકારી પ્રમુખ ડૉ.જ્વેલબેન વસરા, પ્રદેશ મંત્રી કરસનદાસ બાપુ ભાદરકા, અમદાવાદ શહેર પ્રમુખ બીપીનભાઈ પટેલ સહિત હોદ્દેદારો તથા કાર્યકર્તાઓએ પત્રિકા વિતરણ કર્યું હતું. સાથે સાથે ડેડીયાપાડા વિધાનસભાના નરવાડી, ચિકાલી, ઘનસેરા, ગોટપાડા ગામમાં ચૈતરભાઇ વસાવાના સમર્થનમાં આયોજિત સભાનો પ્રચાર કરવામાં આવ્યો હતો અને લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.