ડીસા ( Deesa )તાલુકાના લાખણી ખાતે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સંચાલિત સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા વિજ્ઞાન પ્રવાહ ના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું.
આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી( Shankarbhai Chaudhari ), સાંસદ પરબતભાઈ પટેલ ( Parabatbhai Patel ) ધારાસભ્ય કેશાજી ચૌહાણ ( Keshaji Chauhan )તથા તાલુકાના અધિકારીઓ ભાજપના કાર્યકર્તાઓ અને આગેવાનોની સંખ્યામાં ઉપસ્થિતિમાં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા શાળાના મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું.
આ પ્રસંગે શંકરભાઈ ચૌધરી ( Gujarat Assembly Speaker Shankarbhai Chaudhary ) એ જીવન માં શિક્ષણ નું મહત્વ અને સરકાર દ્વારા અંતરિયાળ વિસ્તારમાં પણ નાગરિકો માટે પાયાની સુવિધા માટે નો પ્રયત્ન દર્શાવેલ.
આ પ્રસંગે પધારેલ મહેમાનો ને ગામની બાલિકાઓ દ્વારા માથે બેડું ઉપાડી, કંકુ તિલક થી સ્વાગત કરવામાં આવેલ.
તેમજ આ લોકાર્પણ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહેલ અને આ સુવિધાને વધાવેલ.
આ લોકાર્પણ પ્રસંગે નુતન નિર્માણ પામેલ શાળાના મકાન ને સુંદર રીતે શણગારવામાં આવેલ.
અત્રે ઉલ્લેખનીય છે કે લાખણી ( Lakhani )ખાતે નવનિર્મિત સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા (Govt Higher Secondary School ) ને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ નવનિર્મિત મકાન વિજ્ઞાન પ્રવાહ માટે ( Science Stream )બનાવવામાં આવેલ
જેના કારણે શિક્ષણ સંબંધિત આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ( Modern infrastructure ) ઉપલબ્ધ થવાથી વિદ્યાર્થીઓ ભણતરની સાથે સાથે ગણતર અને એ પણ ઘર આંગણે પ્રાપ્ત થઈ શકશે.
Read More :
બરોડા ડેરીના નવા પ્રમુખની કરાઈ જાહેરાત, ભાજપ નેતા ગોરધન ઝડફીયાએ પક્ષ તરફથી કરી જાહેરાત