નર્મદા જિલ્લા પોલીસે ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવા સામે રિવોલ્વરથી ગોળીબાર કરવા અને સરકારી વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને ધમકી આપવા બદલ કેસ નોંધ્યો છે.
પોલીસે ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના પત્ની શંકુતલાબેન સહિત કુલ આઠ લોકોના નામ લીધા છે અને તેમની પત્ની અને PAની ધરપકડ કરી છે. ચૈતર વસાવા નર્મદા જિલ્લાની ડેડિયાપાડા વિધાનસભાના ધારાસભ્ય છે.
ચૈતર વસાવા આપ પાર્ટીના ફાયરબ્રાન્ડ નેતા છે. તે તમામ મુદ્દાઓ પર અગ્રેસર રહે છે. નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સૂમ્બેએ આ સમગ્ર મામલાની પુષ્ટિ કરી છે. વન વિભાગ દ્વારા ધારાસભ્ય વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે.
જોકે આ ઘટના પછી ડેડીયાપાડા વિસ્તારમાં લોકોમાં સોપો પડી ગયો છે અને આજે ડેડીયાપાડા વિસ્તારના લોકોએ સંપૂર્ણ બંધ રાખી આ ઘટનાનો વિરોધ કર્યો છે