રીપોર્ટ કિશોર ડબગર
દાહોદ જિલ્લાના ઝાલોદ મુખ્ય મથક ઝાલોદ ખાતે મેરી માટી મેરા દેશ મેરા આ અભિયાન અંતર્ગત આજે ઝાલોદ નગરના વિવિધ વિસ્તારોમાં કલશ યાત્રા કાઢવામાં આવી આ યાત્રામાં ઉપસ્થિત ઉપસ્થિત ધારાસભ્ય ધારાસભ્ય મહેશ ભુરીયા ની આગેવાનીમાં આ કાર્યક્રમનું પ્રારંભ કરવામાં આવ્યો. આ કાર્યક્રમ ઝાલોદ ઝાલોદના નગરપાલિકાના ચીફ ઓફિસર દિપસિંહ હઠીલા તેમજ નગરપાલિકાના કર્મચારીઓ તેમજ તાલુકા કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા
ઝાલોદ ખાતે મારી માટી, મારો દેશ- માટીને નમન, વીરોને વંદન”કાર્યક્રમ યોજાયો ,
“આઝાદી કા અમૃતમહોત્સવ”ની પૂર્ણાહુતિને વધુ ભવ્ય અને યાદગાર બનાવવા આગામી તા. ૯ થી ૩૧ ઓગષ્ટ દરમિયાન સમગ્ર દેશમાં “મારી માટી, મારો દેશ – માટીને નમન, વીરોને વંદન” અભિયાન હાથ ધરવામાં આવ્યુ.જેમા ઝાલોદ વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ ભુરીયાએ પણ આ ઝુંબેશમા ભાગ લઈ ઝાલોદ નગરમા વિવિધ વિસતારોમા જઇ દરેક સમાજના લોકો પાસેથી માટી એકઠી કરી હતી.
જેમા ઝાલોદ નગરના દરેક સમાજના લોકોએ ખાસ કરી મહિલાઓએ પણ આ ઝુંબેશમા ભાગ લઈ આ કાર્યક્રમને ભવ્ય બનાવ્યો હતો, માતૃભૂમિને સમર્પિત આ ઝુંબેશ હેઠળ દેશભરથી તમામ ગામની માટી એકઠી કરીને તેને રાજધાની દિલ્હીના કર્તવ્ય પથ સુધી લાવીને “આઝાદી કા અમૃત મહોત્સવ સ્મારક” તેમજ “અમૃતવાટિકા” નું નિર્માણ કરવામાં આવશે. આ સ્મારક આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીનું સ્મૃતિસ્થળ અને સાથે જ દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર વીરસપૂતો માટે સાચી શ્રદ્ધાંજલિ પણ હશે.
ઝાલોદ નગરના વિવિધ વિસ્તારોમાથી આ માટી એકઠી કરવામા આવી હતી જેમા નગરજનો આ ઝુંબેશમા ઉત્સાહભેર ભાગ લીધો હતો