રીપોર્ટ કિશોર ડબગર
દાહોદ જિલ્લાની દરેક આંગણવાડી કેન્દ્ર અને વિસ્તાર ખાતે બાળકો, વાલીઓ અને રહીશોને સ્વચ્છતા સંદર્ભે કરાશે જાગૃત જિલ્લા પ્રોગામ ઓફિસર સુશ્રી ઇરાબેન ચૌહાણ
દાહોદ જિલ્લાની તમામ ૩૦૫૬ આંગણવાડીઓમાં સ્વચ્છતા એ જ સેવા અભિયાનનો પ્રારંભ જિલ્લા પ્રોગામ ઓફિસર સુશ્રી ઇરાબેન ચૌહાણે જાણકારી આપતા.જણાવ્યું કે, લોકભાગીદારી અને સહકારથી આ અભિયાનને તમામ આંગણવાડી કેન્દ્ર અને વિસ્તાર ખાતે બાળકો, વાલીઓ અને રહીશોને સ્વચ્છતા બાબતે જાગૃત્ત કરાશે.
આજે ઘાંચીવાડા આંગણવાડી કેન્દ્ર નં. ૩ ખાતે સ્વચ્છતા અભિયાનનો આરંભ કરાયો છે. અભિયાનમાં જિલ્લા પ્રોગામ ઓફિસરશ્રી સુશ્રી ઈરાબેન ચૌહાણ સાથે સીડીપીઓશ્રી, સુપરવાઇઝરશ્રીઓ, આંગણવાડી કાર્યકરો –તેડાગર બહેનો સૌએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને આસપાસના રહીશોને સ્વચ્છતાનું મહત્વ સમજાવ્યું હતું.
જિલ્લા પ્રોગામ ઓફિસર સુશ્રી ઈરાબેન ચૌહાણે જણાવ્યું કે, દાહોદની તમામ આંગણવાડીઓના સુદ્રઢીકરણ માટે આગામી બે મહિના માટે લોકોનો સહકાર લઇને અભિયાન સ્વરૂપે કામગીરી કરાશે. તેમજ સ્વચ્છતા એ જ સેવા અભિયાન જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે યોજાશે. જેનો આજથી પ્રારંભ કરાયો છે. આ અભિયાનમાં લોકોને જોડાવા પ્રોત્સાહિત કરાશે. લોકોને સ્વચ્છતા રાખવા બાબતે જાગૃત કરાશે. ખાસ કરીને બાળકોને સ્વચ્છતાની ટેવો વિકસાવવા ઉપર ભાર મુકાશે. બાળકોએ પાણી પીતી વખતે શું ધ્યાન રાખવું જોઇએ ? જમતા પહેલા અને પછી હાથ ધોવાની અગત્યતા તેમજ આ બાબતે બાળકોના વાલીઓને પણ સમજ આપવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું. ઉપરાંત આંગણવાડી પટાંગણ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી ઈરાબેન ચૌહાણ તેમજ આંગણવાડીની બહેનો એ સ્વચ્છતાં અભિયાન હાથ ધરી જિલ્લાની તમામ આંગણવાડી કેન્દ્રો અને નંદઘરોમાં સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું છે.