છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. દરરોજ નવા આંકડા જૂના રેકોર્ડ તોડી રહ્યાં છે. અમદાવાદમાં કોરોના કેસની સંખ્યા 33 પર પહોંચી ગઈ છે. વધતા કેસ વચ્ચે તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યો છે. હોસ્પિટલોમાં બેડ, ઓક્સિજન અને દવાની વ્યવસ્થા કરાઈ રહી છે.
કોરોનાના સતત વધી રહેલા કેસના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)નો આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યો છે. AMC દ્વારા કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીઓના ટેસ્ટિંગ માટે મ્યુનિસિપલ હોસ્પિટલો અને અર્બન હેલ્થ સેન્ટરોમાં વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જ્યારે કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં બેડ ઉપરાંત જરૂરી દવાઓનો સ્ટોક પણ તૈયાર રાખવામાં આવી રહ્યો છે. હાલ અસારવા સિવિલ, શારદાબેન, SVP હોસ્પિટલમાં દર્દી આવે ત્યારે ટેસ્ટિંગ કરાય છે. કોરોના વાયરલનો વધુ એકવાર સંક્રમણ વધતા રાજ્યમાં આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં આવી તમામ અગમચેતી તૈયારી કહી રહ્યું છે.
દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કોવિડના નવા વેરિયન્ટ JN.1ને લઈને ચિંતા વધી છે. દેશમાં 24 કલાકમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં કોરોનાના 3,500થી વધુ એક્ટિવ કેસ નોંધાયા છે. વધાતા કોરોનાના કેસને જોતા કેન્દ્ર સરકાર તરફથી તમામ રાજ્યને સતર્ક રહેવા તાકીદ કરવામાં આવી છે.