- વિધાનસભાના નેતા અમિત ચાવડાએ ભાજપ સરકારને આડે હાથ લીધી
- માવઠા સાથે ખેડૂતોને નુકસાની બાબતે સરકારને ધેરવાનો કોંગ્રેસનો પ્રયાસ
ગુજરાત રાજ્યમા છેલ્લા બે દિવસથી પડી રહેલા કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે. જેને લઇને હવે રાજકીય પક્ષો અને રાજકીય નેતાઓ સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે, આ મુદ્દે ગુજરાત કોંગ્રેસે Gujarat Congress પણ રાજ્ય સરકાર સામે સવાલો ઉઠાવ્યા છે. ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ પ્રેસ કૉન્ફરન્સ કરીને સરકારની આ મુદ્દે આડે હાથ લીધી છે, અને ખેડૂતોને સહાય કરવા માંગ કરી છે.
અમિત ચાવડાએ પ્રેસ કૉન્ફરન્સ કરીને સરકારને ખેડૂતોને નુકસાની અંગે સહાય કરવા માંગ કરી છે. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા Amit Chavda એ જણાવ્યુ કે, રાજ્યમાં પડેલા કમોસમી વરસાદથી ખેતીમાં મોટુ નુકસાન પહોંચ્યુ છે, ખેડૂતો બરબાદ થયા છે સાથે દેવાદાર થયા છે. અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે, સરકારે bjp Government વચનો પૂરા નથી કર્યા, ખેડૂતો દેવાદાર બનવા સાથે આર્થિક પાયમાલ થયા છે. 25થી વધુ લોકોના વીજળી પડવાથી મોત થયા છે. જ્યારે 60 તાલુકાઓમા 1 ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતમાં એરંડાના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયુ છે.
માવઠાથી જીરુની વાવણીને પણ અસર થઈ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં કપાસના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. રાજ્યમાં વરિયાળી, ગુલાબની ખેતીને પણ નુકસાન થયુ છે. મધ્ય ગુજરાતમાં પણ ડાંગરના પાકને મોટું નુકસાન થયુ છે.
વધુમાં જણાવ્યુ કે, કુદરતી આફત આવ્યા બાદ ખેડૂતને આપઘાત કર્યા સિવાય કોઈ રસ્તો બચતો નથી. ખેડૂતોને નુકશાનીના વળતર માટે અલગથી વિભાગની વાત કરી છે.. સરકાર બજેટમાં જોગવાઈ કરી કૃષિ વિભાગ હસ્તક પાકવિમાં યોજના અમલમાં મૂકે તેમ જણાવ્યું હતું. મુખ્યમંત્રી સામે સવાલ કરીને કહ્યું છે, મુખ્યમંત્રી જાપાનમાં બુલેટ ટ્રેનમાં ફરે છે. 10 દિવસોમાં સર્વે પૂર્ણ કરી નુકસાનનુ પૂરતું વળતર આપવામાં આવે તેવી માંગ કરી છે. પશુઓના મૃત્યુ સામે બજાર કિંમત પ્રમાણે સહાય ચુકવવામાં આવે. અને વીજળી પડવાથી 25 જેટલા લોકોના મૃત્યુ થયા છે, વીજળી પડવાથી જેમના મૃત્યુ થયા છે તેમના પરિવારને 10 લાખ રૂપિયાની સરકારે સહાય આપવાની વાત કરી સરકારને માવઠા મુદ્દે ઘેરી છે.