- જિલ્લામાં કુલ ૧૨૦ સ્પર્ધકોએ ભાગ લીધો:વિજેતા ૦૬ સ્પર્ધક રાજયકક્ષાએ ભાગ લેવા જશે
યોગને વિશ્વસ્તરીય બનાવવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તેમજ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્ય વ્યાપી સૂર્ય નમસ્કાર- મહાભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે.
જે અંતર્ગત બનાસકાંઠા જીલ્લામાં તા. ૨૬ ડિસેમ્બરના માતૃશ્રી એસ.બી.ચાવડા સરસ્વતી હાઈસ્કુલ, પાલનપુર ખાતે સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ હતી. જેમાં પાલનપુરના ધારાસભ્યશ્રી અનિકેતભાઈ ઠાકર, કલેકટરશ્રી વરુણકુમાર બરનવાલ તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સૂર્ય નમસ્કાર મહાભિયાન અંતર્ગત ૦૩ વયજૂથમાં સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ગ્રામ્ય, તાલુકા અને જિલ્લાકક્ષાએ ૦૯ થી ૧૮ વર્ષ, ૧૯ થી ૪૦ વર્ષ અને ૪૧ વર્ષથી ઉપર એમ કુલ ત્રણ વયજૂથોમાં આ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં બનાસકાંઠા જિલ્લામાં કુલ ૧૨૦ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જિલ્લાકક્ષાની સ્પર્ધામાં વિજેતા ૦૬ સ્પર્ધક રાજયકક્ષાએ ભાગ લેવા જશે.