- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો ચિંતન શિબિરનો પ્રારંભ
- રાજ્ય સરકાર દ્વારા લાંચ રૂશ્વત અટકાવવા માટે ૧૦૬૪ ટોલ ફ્રી નંબર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે Bhupendra Patel ગાંધીનગર ખાતે ACB અધિકારીઓની પ્રથમ ચિંતન શિબિરનો પ્રારંભ કરાવ્યો હતો. ‘ભ્રષ્ટાચારનો વિરોધ કરીએ રાષ્ટ્ર પ્રત્યે સમર્પિત રહીએ’ના ધ્યેય મંત્ર સાથે યોજાયેલી આ ચિંતન શિબિરમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ, રાજ્ય પોલીસવડા, તકેદારી આયોગ કમિશનર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભ્રષ્ટાચાર સામે મક્કમતાથી જન આંદોલન ઉપાડ્યું છે. મુખ્યમંત્રીએ ACBના અધિકારીઓને પ્રોત્સાહિત કરતા ઉમેર્યું કે, ખોટું કરનારાને સજા થાય છે જ, ત્યારે આપણે સરકારના નિયમો પાળીએ અને અન્ય પાસે પણ પળાવીએ.