ખેડાથી ધોળકા માર્ગ પર અકસ્માતમાં પાંચ વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયુ છે. મૃતકો બોલેરો કાર લઇ રાણપુર બોટાદ તરફ જઈ રહ્યા હતા. તેમજ ધોળકા પુલેન સર્કલ પાસે હોટલ નજીકનો બનાવ છે. જેમાં બે વ્યક્તિ ઈજાગ્રસ્તને પ્રાથમિક સારવાર સાથે ધોળકા હોસ્પિટલ લઈ જવાયા છે. લોહી ભરેલા ખાબોચિયામાં મૃતદેહો પડ્યા હોય તેવાં દૃશ્યો જોવા મળ્યા હતા. જ્યારે 2 લોકોને ગંભીર ઇજા પહોંચતા અમદાવાદ હોસ્પિટલ ખસેડાયા છે. અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી છે.
ધોળકા પાસે કાર-ડમ્પર વચ્ચે અકસ્માતમાં 5 લોકોના કમકમાટીભર્યા મોત
અમદાવાદના ધોળકા પાસે બોલેરો કાર અને ડમ્પર વચ્ચેના ગમખ્વાર અકસ્માતમાં પાંચ શ્રમજીવીઓના કમકમાટીભર્યા મોત થયા છે. અમદાવાદ જિલ્લાના ધોળકાની પોલન ચોકડી નજીક આ અકસ્માત સર્જાયો હતો જેમાં બોલેરો કાર રસ્તા પર પાર્ક કરાયેલ ડમ્પર સાથે અથડાઈ હતી, જેથી મોટો અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં પાંચ શ્રમજીવી મોતને ભેટ્યા છે. તમામ મૃતકો મધ્યપ્રદેશના પીટોલના શ્રમજીવીઓ હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, એક બોલેરો ગાડી રાણપુર જઈ રહી હતી, ત્યારે અમદાવાદના ઘોળકામાં પોલન ચોકડી પાસે બંધ પડેલા ડમ્પર પાછળ બોલેરો કાર ઘૂસીગ ઈ હતી. આ અકસ્માતમાં 5 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. જોકે, અકસ્માત બાદ દર્દનાક દ્રશ્યો જોવા મળ્યા હતા. લોહી ભરેલા ખાબોચિયામાં મૃતદેહો પડ્યા હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા. જ્યારે 2 લોકોને ગંભીર ઇજા પહોંચતા અમદાવાદ હોસ્પિટલ ખસેડાયા છે.
હાલ આ શ્રમજીવીઓ ક્યાં હતા તેની માહિતી મેળવવામાં આવી રહી છે. સાથે જ તેમના પરિવારજનો સાથે સંપર્ક કરવામાં આવી રહ્યો છે.