Weather Update: ગુજરાતમાં કમોસમી વરસાદ બાદ વાતાવરણમાં એકાએક બદલાવ આવ્યો છે. ઉનાળા જેવી ગરમીની વચ્ચે માવઠા બાદ શીત લહેરો ફૂંકાતા વાતાવારણમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. આજના લઘુત્તમ તાપમાન પર નજર ફેરવીએ તો 7.4 ડિગ્રી સાથે નલિયાસૌથી ઠુંડુ શહેર બની રહ્યું છે. જ્યારે 11.2 ડિગ્રી સાથે કેશોદ અને 11.4 ડિગ્રી સાથે અમરેલીમાં કડકડતી ઠંડી અનુભવાઈ છે.
આજે કયા શહેરમાં કેટલું રહ્યું લઘુત્તમ તાપમાન
આજના લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 13.6 ડિગ્રી, ડીસામાં 13, ગાંધીનગરમાં 13, વલ્લભ વિદ્યાનગરમાં 14.8, વડોદરામાં 12.2, સુરતમાં 16.6, વલસાડમાં 17, ભુજમાં 12.8, નલિયામાં 7.4, કંડલા પોર્ટમાં 14.6, અમરેલીમાં 11.4, ભાનગરમાં 14.6, દ્વારકામાં 16, ઓખામાં 19.8, પોરબંદરમાં 13, રાજકોટમાં 13.2, વેરાવળમાં 16.3, સુરેન્દ્રનગરમાં 13.6, મહુવામાં 11.5 અને કેશોદમાં 11.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.