- રાજ્યમાં વધુ એકવાર હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી
- 3 દિવસ બાદ તાપમાનનો પારો 1 થી 2 ડિગ્રી ગગડશે
રાજ્યમાં વધુ એકવાર હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા નહીંવત જોવા મળી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે ભરશિયાળે વરસાદનું કારણ અરબ સાગર તરફથી આવતા ભેજયુક્ત પવનને લીધે થઈ શકે છે. ત્યારે આ સાથે આગામી બે-ત્રણ દિવસ તાપમાનમાં પણ કોઈ મોટો ફેરફાર ન થવાની હવામાન વિભાગે આગાહી કરવામાં આવી છે. આજે નલિયામાં 11થી 14 ડિગ્રી તો અમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન ગગડ્યુ છે. આ સાથે લઘુત્તમ તાપમાન સાથે મહત્તમ તાપમાન પણ ઘટ્યું છે. વિગતો મુજબ 14 શહેરોનું તાપમાન 17 ડિગ્રીથી નીચે નોંધાયું છે. જેમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 11.4 ડિગ્રી નોંધાયું છે. મહત્વનું છે કે, હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે, 3 દિવસ બાદ તાપમાનનો પારો 1 થી 2 ડિગ્રી ગગડશે. આમ રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 11.4 ડિગ્રી નોંધાયું છે. આ સાથે અમદાવાદ 16.7 ડિગ્રી, ગાંધીનગર 15.5 ડિગ્રી, રાજકોટ 14.6 ડિગ્રી, સુરેન્દ્રનગર 15.2 ડિગ્રી, વડોદરા 16.2 ડિગ્રી, ભુજ 14.5 ડિગ્રી, કંડલા 14.4 ડિગ્રી, અમરેલી 16.0 ડિગ્રી, ભાવનગર 17.4 ડિગ્રી, પોરબંદર 17.3 ડિગ્રી, ડીસા 14.2 ડિગ્રી , વલ્લભવિદ્યાનગર 15.5 ડિગ્રી, કેશોદ 15.9 ડિગ્રી, મહુવા 17.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલથી તાપમાનમાં 1 થી 2 ડિગ્રી ઘટી શકે છે. આ સાથે પૂર્વ ઉત્તર પૂર્વના પવનો હોવાથી તાપમાન ઘટશે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ.મનોરમા મોહંતીએ આગાહી કરી છે કે, 3 દિવસ બાદ તાપમાનનો પારો 1 થી 2 ડિગ્રી ગગડશે.