Rain Forecast: હવામાન વિભાગે ભર ઉનાળે વરસાદની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. કેટલીક જગ્યા વરસાદના હળવા ઝાપટા પડ્યાં છે તો કેટલી જગ્યાએ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગે હજુ પણ આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આજે બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદમાં વરસાદ વરસી શકે છે. આજે અરવલ્લી અને ભરુચમાં વરસાદનો અનુમાન વ્યક્ત કરવામાં આવ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ અરવલ્લીના ભિલોડાના વિસ્તારમાં 30થી 40 કિલોમીટરની પવનની સાથે વરસાદ વરસી શકે છે. અરવલ્લીમાં હાલ પણ પવન ગતિ એટલી તીવ્ર છે કે, ભારે પવનના કારણે કાચા મકાનના છાપરા ઉડ્યાં હતા. જેના કારણે ઘરવખરીનું પણ નુકસાન થયું છે.
રાજ્યના ચાર જિલ્લામાં વરસ્યો વરસાદ
હવામાન વિભાગની વરસાદની આગાહી મુજબ રાજ્યના કેટલાક વિસ્તારમાં માવઠાએ ખેડૂતોની ચિંતા વધારી છે.છોટાઉદેપુર, દાહોદ, બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વરસાદ વરસ્યો છે. ભારે પવન સાથે વરસાદ થતા ખેડૂતોની ચિંતામાં વધારો છે. કમોસમી વરસાદના કારણે ઘઉં, જીરૂ સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. ઉપરાંત કેરી સહિતના બાગાયતી પાક લેતા ખેડૂતોની પણ ચિંતા વધી છે.
વરસાદની આગાહી છતાં પણ ખુલ્લામાં અનાજનો જથ્થો સ્ટોર કર્યો હતો
તો બીજી તરફ વરસાદની આગાહી છતાં પણ કોઇ વ્યવસ્થા ન કરતાં દાહોદ APMCની બેદરકારી સામે આવી છે. અહીં વરસાદની આગાહી છતાં પણ ખુલ્લામાં અનાજનો જથ્થો સ્ટોર કર્યો હતો. જેનના કારણે અનાજ પલળી છતાં નુકસાન વેઠવાનો સમય આવ્યો છે. દાહોદ APMCમાં ખુલ્લામાં પડેલા ઘઉં, મકાઈ અને ચણાનો પાક પલળી ગયો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના ચાર જિલ્લામાં માવઠું થતાં ખેડૂતોની ચિંતા વધી છે. દાહોદ, છોટાઉદેપુર અને બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વરસાદ વરસ્યો હતો. દાહોદ જિલ્લામાં અનેક સ્થળો પર વરસાદ વરસ્યો. ઝાલોદ સહિતના વિસ્તારમાં ભારે પવસ સાથે વરસાદ થતાં સ્થળો પર વૃક્ષો ધરાશાયી થયા છે.ઝાલોદ આ વિસ્તારમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદ દરમિયાન વીજળી પડતાં 2 રેલવે કર્મચારી ઇજાગ્રસ્ત થયા હતા.