“સ્વભાવ-સ્વચ્છતા,સંસ્કાર-સ્વચ્છતા”ના ધ્યેય સાથે તથા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં અલગ અલગ થીમ આધારિત સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ છે. લોકોમાં સ્વચ્છતા બાબતે જાગૃતિ ફેલાય તે હેતુથી ૧૭ સપ્ટેમ્બરથી આરંભાયેલા સફાઈ અભિયાન અંતર્ગત અંબાજી બસ સ્ટેશન ખાતે સફાઈ અભિયાન તથા જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
પાલનપુર એસ.ટી વિભાગીય નિયામક કિરીટ ચૌધરીના માર્ગદર્શન હેઠળ અંબાજી ડેપો અને જી.એમ.ડી.સીના કર્મચારીઓ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. અંબાજી ડેપો ખાતે યોજાયેલા સફાઈ અભિયાનમાં મુસાફરો પણ જોડાયા હતા.
અંબાજી ડેપો મેનેજર રઘુવીરસિંહ ચૌહાણ સહિત વિવિધ અધિકારીઓ/કર્મચારીઓ અને મુસાફરો આ સફાઈ અભિયાનમાં જોડાયા હતા. ઉપસ્થિત લોકોને સ્વચ્છતા બાબતે જાગૃત કર્યા હતા.
આ પણ વાંચો – વિકાસ સપ્તાહ અંતર્ગત મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે રૂ.૪૧ કરોડના ૧૩૬ વિકાસ કાર્યોનું ખાતમુર્હુત