Ahmedabad News : ગુજરાત ની સૌથી મોટી અને સૌથી વધુ જનસંખ્યા ધરાવતી મહાનગર પાલિકા એટલે અમદાવાદ મહાનગરપાલિકા અને Ahmedabad Municipal Corporation એ તેના નાગરિકોની સુવિધા માં વધારો કરવા હંમેશા તત્પર રહે છે.
અમદાવાદ ના નાગરિકોને પ્રોપર્ટી ટેક્સ ભરવા, જન્મ-મરણ, ગુમાસ્તા ધારા સહિતના વિવિધ સર્ટિફિકેટ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન કે ઝોનલ ઓફિસ કે CITY Civic Center સિટી સિવિક સેન્ટરો ની મુલાકાત સરકારી સમય પ્રમાણે લેવાની રહેતી હોય છે.
પરંતુ અમદાવાદ શહેરનાં નાગરિકોની સુવિધા માટે અમદાવાદ મહાનગરપાલિકા એ એક મોટો નિર્ણય કર્યો છે ,
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને તેના 7 ઝોન ની ઝોનલ ઑફિસ સહિત વિવિધ વિસ્તારોમાં 58 CITY Civic Center સિવિક સેન્ટરો આવેલા છે.
અને અમદાવાદ ના નાગરિકોને તેના વિવિધ સરકારી કામો જેવાકે પ્રોપર્ટી ટેક્સ ભરવા, જન્મ-મરણ, ગુમાસ્તા ધારા સહિતના વિવિધ સર્ટિફિકેટ મેળવવામાં કોઈ સમસ્યા ન પડે એ માટે CITY Civic Center નાગરિકો સુવિધા કેન્દ્રનો સમય સાંજે 4:30 કલાક થી વધારી સાંજે સાત વાગ્યા સુધીનો કરાયો છે.
જોકે તમે તમારો જન્મ સર્ટિફિકેટ online પણ મેળવી શકો છો
how to download birth certificate Ahmedabad
હવે સાંજે સાત વાગ્યા સુધી ખુલ્લા રહેશે અમદાવાદ કોર્પોરેશન Ahmedabad Municipal Corporation ની સાતેય ઝોનલ ઑફિસ સહિત વિવિધ વિસ્તારોમાં આવેલા 58 જેટલા સિવિક સેન્ટરો CITY Civic Center,
સાથે જ આ નાગરિક સુવિધા કેન્દ્ર સાંજે સાત વાગ્યા સુધી ખુલ્લા રહેશે તેના બોર્ડ પણ બહાર લગાવવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.
અમદાવાદ ના સિવિક સેન્ટરો સાંજે 4:30 વાગ્યે બંધ થતા હોવાના કારણે શહેરીજનોની કેટલીય કામગીરી પૂરી થતી નથી હોતી અને કેટલીય ફરિયાદો મહાનગરપાલિકા સુધી પહોંચતી ન હતી જેને લઈને નાગરિકોની સુવિધા વધારવાના હેતુ થી અમદાવાદ કોર્પોરેશન Ahmedabad Municipal Corporation દ્વારા આ નિર્ણય જાહેર કરાયો.
સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના કોન્ટ્રાક્ટથી અપાયેલા પે એન્ડ પાર્કિંગ માં કોન્ટ્રાક્ટરના નામ અને તેમના દ્વારા વસુલતા વાહનોના ભાડાની વિગત વિગેરે ના બોર્ડ લગાવવા ફરજિયાત કરાયા છે.
શહેરના તમામ વોર્ડમાં એક મહિનામાં વોર્ડ કમિટીની બેઠક યોજી નાયબ મ્યુનિસિપલ કમિશ્નરને મોનિટરિંગ કરવાની સૂચના આપવામાં આવી છે. સાથે જ મોનિટરિંગનું રિપોર્ટ પણ સ્ટેન્ડિંગ કમિટી Standing Committee માં રજૂ કરવાના આદેશ કરાયા છે.
આમ અમદાવાદ શહેરનાં નાગરિકોની સુવિધા માટે Ahmedabad Municipal Corporation નો મોટો નિર્ણય જાહેર થયો છે.
જોકે મહાનગર પાલિકા દ્વારા જાહેર કરાયેલ જનહિત નો આ નિર્ણય કેટલો જનહિતકારી નીવડશે એતો સમય જ બતાવશે
ચીનમાં ન્યૂમોનિયા પ્રકારનો રોગ ફેલાયો, ભારતની કેન્દ્ર સરકાર એલર્ટ મોડ ઉપર
શું બાળકોને મોબાઈલ પર વીડિયો જોવાની આદત પડી ગઈ છે? તમે આ રીતે ફોનને દૂર કરી શકો છો