ગુજરાતના લોકોની જીવાદોરી એટલે 108 એમ્બ્યુલન્સની સેવા કે ઇમરજન્સી માં આપડે એક કોલ કરીએ અને યુદ્ધના ધોરણે ઇમરજન્સી મદદ માટે આવી પોહચે અત્યાર સુધીમાં 108 એમ્બ્યુલન્સ એ લાખો લોકોની જિંદગી બચાવવા માટે મહત્વનો ભાગ ભજવ્યો છે અને નવીન ટેકનોલોજી પ્રમાણે 108 ની સેવાઓમાં પણ ખૂબ વધારો કરવામાં આવ્યો છે અને દરેક પ્રકારની સેવાઓ દર્દીઓને પૂરી પાડવામાં આવે છે
ત્યારે આજે દિયોદર તાલુકાના વડિયા પ્રાથમિક શાળા ખાતે શાળા સલામતી સપ્તાહ અંતર્ગત 108 એમ્બ્યુલન્સ ની સેવાઓ વિશે વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી જેમાં ઇમરજન્સી બનાવોમાં કેવી રીતે 108 એમ્બ્યુલન્સ દ્વારા કામગીરી કરવામાં આવે છે તેનો ડેમો પણ બતાવવામાં આવ્યો હતો તેમજ 108 સાથે સંકળાયેલ ખિલખિલાટ મહિલા અભયમ 1962 આરોગ્ય સંજીવની વગેરે ની વિસ્તૃત માહિતી વિદ્યાર્થીઓને 108 ના ઇએમટી ભરતભાઈ ચૌધરી અને પાયલોટ બીપીનભાઈ ત્રિવેદી દ્વારા આપવામાં આવી હતી શાળા સલામતી સપ્તાહ ની ઉજવણીમાં શાળાના આચાર્ય સહિત શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા. ….