મુખ્યમંત્રીશ્રીઃ-
ગ્રામીણ અર્થતંત્રને મજબૂત અને વેગવેંતુ બનાવવાનું વડાપ્રધાનશ્રીનું સપનું સાકાર કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે
ભારતને ભવિષ્યમાં વિશ્વની ત્રીજા નંબરની ઇકોનોમી બનાવવામાં સહકારી ક્ષેત્ર મહત્વની ભૂમિકા ભજવશે: મુખ્યમંત્રીશ્રી
સહકારી ક્ષેત્રને પરંપરાગત વ્યવસાયથી આગળ વધારવા વડાપ્રધાનશ્રીએ સહકાર ક્ષેત્રમાં રિફોર્મ-પરફોર્મ-ટ્રાન્સફોર્મનો નવતર અભિગમ અપનાવ્યો
કિસાન ક્રેડિટ કાર્ડથી પશુપાલકોને પચાસ હજાર રૂપિયા વગર વ્યાજે મળશે: વિધાનસભાના અધ્યક્ષશ્રી અને બનાસ ડેરીના ચેરમેનશ્રી શંકરભાઇ ચૌધરી
દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સહકારી ક્ષેત્રને સશકત, સક્ષમ અને સ્વાવલંબી બનાવવા આપેલી “સહકારથી સમૃદ્ધિ” ની પરિકલ્પનાને સાકાર કરવાના ઉદેશ્ય સાથે બનાસ ડેરી, દિયોદર ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે પશુપાલકો અને ખેડૂતોના કલ્યાણ અર્થે હાથ ધરાયેલા પાયલોટ પ્રોજેક્ટ તથા સહકારી સંસ્થાઓના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભીલડી ખાતે રૂ. ૩૨૪.૭૭ કરોડના નિર્મિત થનાર બનાસ બોવાઇન એન્ડ બ્રિડ રિસર્ચ સેન્ટર(BBBRC)નું ખાતમુહૂર્ત, બાદરપુરા ખાતે રૂ. ૪૫ કરોડના ખર્ચે પ્રતિદિવસની ૫૦ મેટ્રિક ટન ક્ષમતાના નવનિર્મિત અલ્ટ્રા મોર્ડન આટા પ્લાન્ટ અને પાલનપુર ખાતે ૧૦,૦૦૦ કે.જી પ્રતિ કલાકની ક્ષમતા ધરાવતા નવનિર્મિત બનાસ વ્હે પ્રોટીન અલ્ટ્રા ફિલ્ટરેશન પ્લાન્ટનું લોકાર્પણ તેમજ પાલનપુર ખાતે નિર્માણ પામનાર બનાસ બેન્ક નવીન ઓડિટોરિયમ હોલ અને ખેડૂત ટ્રેનિંગ સેન્ટરનું ઇ- ખાતમુહૂર્ત તથા બનાસ ડેરીના સંજીવની ખાતર પ્રોડક્ટ, બનાસ ઓર્ગેનિક ખાતર પ્રયોગશાળા અને અમૂલ ઓર્ગેનિક પ્રોડક્ટ સહિત બનાસ બેંક માઈક્રો ATM અને કિશાન ક્રેડીટ કાર્ડ તથા ધી ગુજરાત સ્ટેટ કો.ઓપ.બેંક. લી. ના બનાસકાંઠા અને પંચ મહાલ જિલ્લાના પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ કરાવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીના હસ્તે મહિલા પશુપાલકોને રૂપે કિસાન ક્રેડિટ કાર્ડ્સનું વિતરણ પણ કરાયું હતું.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી અને દેશના પ્રથમ સહકારીતા મંત્રીશ્રી અમિતભાઇ શાહના માર્ગદર્શનમાં સહકારથી સમૃદ્ધિ સૂત્રને સાર્થક કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગ્રામીણ અર્થતંત્રને મજબૂત અને વેગવંતુ બનાવવા માટે સહકાર ક્ષેત્ર પર વિશેષ ભાર મુક્યો છે. દેશમાં આઝાદી પછી પહેલીવાર સહકાર મંત્રાલયની રચના કરી તેનું સુકાન ગુજરાતના પનોતા પુત્ર અને કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહને સોંપ્યું છે.
સહકારી ક્ષેત્ર ગ્રામીણ અર્થતંત્રને સુગ્રથિત કરવાનો ઉત્તમ માર્ગ છે. સહકારી ક્ષેત્ર તેના પરંપરાગત વ્યવસાયથી આગળ નીકળે એ માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ રીફોર્મ, પર્ફોર્મ અને ટ્રાન્સફોર્મનો નવતર અભિગમ અપનાવ્યો છે, તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરી દ્વારા સૌ સહકારી ક્ષેત્રનો ઉત્સવ ઉજવવા ભેગા થયા છીએ એમ જણાવતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, સહકારીક્ષેત્રમાં અનેકવિધ નીતિવિષયક નિર્ણયોના લીધે ભવિષ્યમાં આ ક્ષેત્ર દેશને વિશ્વની ત્રીજી ઇકોનોમી બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. સહકારી મંડળીઓ (પેક્સ) દ્વારા જન જન સુધી વિવિધ સેવાઓનો લાભ પહોંચાડવાના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના વિચારને મૂર્તિમંત કરવાનું કામ સહકાર મંત્રીશ્રી અમિતભાઇ શાહના નેતૃત્વમાં થતાં અનેક લોકોને લાભ થયો છે.
બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં પેક્સ અને બેન્ક મિત્રની સેવાનો લાભ આપવાની શરૂઆત થઈ છે. આગામી સમયમાં પેક્સ- સહકારી મંડળીઓ સહકારી કચેરીઓ બનશે જે સમગ્ર દેશના સહકારી ક્ષેત્રમાં નવી ક્રાંતિ લાવશે, તેવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ઉત્તર ગુજરાત અને બનાસકાંઠા જિલ્લાનો સહકારી ક્ષેત્રના વિકાસમાં બહુ મૂલ્ય ફાળો છે. બનાસ ડેરી અને બનાસ બેન્ક દ્વારા થનારા વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પો ભવિષ્યમાં સમગ્ર દેશ માટે દિશાસૂચક બનશે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી વિશ્વાસનું વળતર વિકાસથી આપવા માટે પ્રતિબદ્ધ છે ત્યારે રાજ્ય સરકાર પણ સહકારથી સમૃદ્ધિના માર્ગ પર આપ સૌની સાથે છે તેવો વિશ્વાસ આપતાં ભારતને અમૃતમય ભારત બનાવવા સૌને આહવાન કર્યું હતું.
આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષશ્રી અને બનાસ ડેરીના ચેરમેનશ્રી શંકરભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે આજનો દિવસ બનાસનાં ઇતિ…