- ફેઝ-1 ના 22.54 ચો.કિ.મી એક્ટિવેશન એરિયાનું સ્થળ નિરીક્ષણ કર્યું
- મુખ્યમંત્રીએ ઉચ્ચસ્તરીય બેઠક યોજી પ્રોજેક્ટની સમીક્ષા કરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયનની મુલાકાત લીધી હતી. ત્યાં તેમણે ગ્રીનફિલ્ડ ઈન્ડસ્ટ્રીયલ સ્માર્ટ્સિટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કાર્યોની પ્રગતિનું નિરીક્ષણ કર્યું. આ મુલાકાત દરમિયાન તેઓએ ફેઝ-૧ ના ૨૨.૫૪ ચોરસ કિલોમીટરના એક્ટિવેશન એરિયામાં હાથ ધરાઇ રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે ધોલેરા SIRમાં ફેઝ-૧નું ૯૫ ટકાથી વધુનું કામ પૂર્ણ થઈ ગયું છે. આમ, ગ્લોબલ ઇકોસિસ્ટમ દ્વારા ઇન્વેસ્ટમેન્ટ માટેની નવી તકો ખોલવા ધોલેરા સજ્જ થઈ ગયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ Bhupendra Patel એ ફેઝ-૧ એક્ટીવેશન એરિયાની મુલાકાત બાદ ઉચ્ચસ્તરીય બેઠકમાં સમગ્ર પ્રોજેક્ટની કામગીરી સમીક્ષા પણ કરી.. નોંધપાત્ર બાબત એ છે કે ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયનમાં અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના ૨૨ ગામોને અને ૯૨૦ ચો.કિમીના વિસ્તારને આવરી લેવાયા છે.