ગુજરાતના રાજકોટમાં શનિવારે સાંજે 5 વાગે ભીડવાળા ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગમાં 12 બાળકો સહિત 27 લોકોના મોત થયા હતા. આગની ઘટના અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાનગરપાલિકા અને વહીવટીતંત્રને તાત્કાલિક બચાવ અને રાહત કાર્ય કરવા સૂચના આપી છે. રવિવારે તેમણે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી.
મુખ્યમંત્રી અને રાજ્યના ગૃહમંત્રીએ TRP ગેમ ઝોનની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકો સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 25થી વધુ લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે.
ઘટનાસ્થળની મુલાકાત લીધા બાદ ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ હોસ્પિટલમાં દર્દીઓની મુલાકાત લીધી હતી. ત્યાં તેમણે દર્દીઓ સાથે વાતચીત પણ કરી હતી.
અધિકારીઓએ જણાવ્યું કે ગેમિંગ એક્ટિવિટી માટે બનાવવામાં આવેલા ફાઈબર ડોમમાં સાંજે 4.30 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. આ પછી ફાયર કંટ્રોલ રૂમને લગભગ સાડા ચાર વાગ્યે આ અંગેની માહિતી મળી હતી. આગ ઓલવવા માટે ફાયર ટેન્ડર અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. રાજકોટ કલેક્ટર પ્રભવ જોષીએ જણાવ્યું હતું કે, ઉનાળાના વેકેશન અને વીકએન્ડના કારણે ગેમ ઝોનમાં ખૂબ ભીડ હતી.
આ અકસ્માત બાદ ટીઆરપી ગેમ ઝોનનો માલિક યુવરાજસિંહ સોલંકી ફરાર થઈ ગયો હતો. તેની માલિકી યુવરાજની સાથે માનવજયસિંહ સોલંકીની છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે ઘાયલો અને મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે મૃતકોના પરિવારજનો અને ઘાયલોને વળતરની પણ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયા આપશે. તેમણે એમ પણ કહ્યું કે આ અકસ્માતની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. તેમને સમગ્ર મામલાની તપાસની જવાબદારી સોંપવામાં આવી છે.
#WATCH | Gujarat CM Bhupendra Patel along with Home Minister Harsh Sanghavi takes stock of the situation at TRP game zone in Rajkot where a massive fire broke out yesterday claiming the lives of 27 people. pic.twitter.com/vmyj9wkpGb
— ANI (@ANI) May 26, 2024