- 2023 મહાપ્રબંધક એ પ્રશંસનીય સેવાઓ બદલ કરવામાં આવ્યું સન્માન
- રાજકોટ મંડળના 1 અધિકારી અને 7 રેલકર્મીઓને “વિશિષ્ટ રેલ સેવા પુરસ્કાર” પ્રદાન કર્યા
પશ્ચિમ રેલવેની 68મી રેલવે સપ્તાહ ઉજવણી, વિશિષ્ઠ રેલ સેવા પુરસ્કાર (VRSP) હાલ માં મુંબઈ ના યશવંતરાવ ચવ્હાણ સભાગૃહ માં યોજાઈ હતી. આ પ્રસંગે પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક અશોક કુમાર મિશ્ર એ વર્ષ 2022-23 દરમિયાન ઉત્તમ પ્રશંસનીય કામગીરી બદલ રાજકોટ મંડળના 1 અધિકારી અને 7 કર્મચારીઓને તેમની શ્રેષ્ઠ અને વિશિષ્ટ રેલ સેવા પુરસ્કાર ના રૂપમાં વ્યક્તિગત પુરસ્કારો અર્પણ કર્યા હતા.
રાજકોટ ડિવિઝન પર વિશિષ્ઠ રેલ સેવા પુરસ્કાર (VRSP) મેળવનાર અધિકારીઓમાં પવન કુમાર, વાસ્તવ ડિવિઝનલ સિક્યુરિટી કમિશનર, સંદીપ ઝવેરી હેડ ટ્રેન ક્લાર્ક, હરગોવિંદ મીના સીએ, જય દવે ગુડ્સ સુપરવાઈઝર રાજકોટ, લોકેશ બૈરાગી સિનિયર આસિસ્ટન્ટ લોકો પાયલટ, રવિરાજ ચૌહાણ ટ્રેક મેઈનટેનર રાજકોટ, સુરેશસિંહ ગોહિલ સિનિયર ટેકનિશિયન હાપા અને પ્રગ્નેશ પંડિત પોઈન્ટ્સમેન રાજકોટ નો સમાવેશ થાય છે. રાજકોટ ડિવિઝન ના ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી અશ્વની કુમારે તમામ એવોર્ડ વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં પણ આ સ્તર જાળવી રાખવા પ્રેરણા આપી હતી.
આ પુરસ્કાર સમારોહ માં દર વર્ષે પશ્ચિમ રેલવેના અધિકારીઓ અને કર્મચારીઓની ટીમની સખત મહેનત અને સમર્પણને સન્માનિત કરવા બદલ આયોજન કરવામાં આવે છે જે હંમેશા પડકારોનો સામનો કરવા તૈયાર છે.
આ સમારોહ માં એવા જ કુશળ અધિકારીઓ અને કર્મચારીઓમાંથી કેટલાક પસંદગી પામેલા કેટલાક લોકોને તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવે છે જે આવનારા વર્ષમાં અન્ય કર્મચારીઓને પણ તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે પ્રેરણા રૂપ બની રહે છે.