આજથી સાત સભ્યોની નિતી નિર્ધારણ સમિતી અમલી
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં આજથી 09/10/2023 થી ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એકટ 2023 અમલમાં આવેલ છે. ત્યારે આજે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં નીતિ નિર્ધારણ સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં સાત સભ્યોની નિમણુંક કરવામાં આવી છે.
આ સમિતિમાં હોદ્દાની રૂએ ચેર પર્સંન તરિકે કુલપતી ડૉ. રોહિતભાઇ દેસાઈ વિવિધ વિષયોના નિષ્ણાત અને વિદ્વાન તરિકે ડૉ. ઉદયભાઈ ચંદ્રકાંત ગોર યુનિવર્સિટીમાં થી પ્રોફેસર તરીકે ડૉ. ઇલાબેન સી પટેલ તેમજ પ્રો. ખુમાન એલ રાઠોડ નોંધાયેલા સ્નાતક પૈકી કિરીટકુમાર બાબુલાલ પરમાર તેમજ હિરેન અમૃતલાલ પટેલ તેમજ ભારતની પારલામેન્ટ દ્વારા રાષ્ટ્રિય હિતલક્ષી સંસ્થામાંથી એટલે કે એન આઇ ડી માંથી પ્રો. અશોક સુભાષ મંડલ તેમજ મેમ્બર સેક્રેટરી તરીકે હોદ્દાની રૂએ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉ. કમલભાઈ મોઢ ની નિમણુંક કરવામાં આવી છે. આ સમિતી આજથી અમલમાં મુકવામાં આવી છે જેનો કાર્યકાળ 2 વર્ષ 6 માસ રહેશે.આજથી 1986થી અમલમાં આવેલ કોર્ટ, એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને એકેડેમીક કાઉન્સિલનું વિસર્જન કરવામાં આવ્યું છે. હવે નવી શિક્ષણ નીતિ 2020 મુજબ યુનિવર્સિટીમાં હવે તમામ નીતિ નિર્ધારણ અને નિર્ણાયક ભૂમિકામાં રહેશે.