મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે અમિત ઠાકર ધારાસભ્યની ઉપસ્થિતિમાં સ્નેહમિલનના સમારોહ
દિવાળી બાદ રાજકીય આગેવાનો દ્વારા નવા વર્ષની શુભેચ્છા પાઠવવાના ભાગરૂપે સ્નેહમિલનના સમારોહનું આયોજન કરવામાં આવી રહ્યું છે..
અમદાવાદ વિસ્તારના વેજલપુર ખાતે આવેલ એમજી ફાર્મ માં વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર દ્વારા સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું..
આ સ્નેહ મિલન સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ વેજલપુર વિધાનસભાના ધારાસભ્ય અમિત ઠાકરે ઉપસ્થિત રહીને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી..
ત્યારે મુખ્યમંત્રી આ સમારોહમાં ઉપસ્થિત રહેતા સ્થાનિક આગેવાનો દ્વારા મુખ્યમંત્રી અને ધારાસભ્ય નું બહુમાન કરવા સાથે સન્માન કરતો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો..
યોજાયેલ આ કાર્યક્રમમાં વિધાનસભા મત વિસ્તારના સ્થાનિક રહીશો સાથે રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત જોવા મળ્યા હતા..
આ પ્રસંગે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રભારી રત્નાકરજી, અમદાવાદ શહેર પ્રમુખ અને એલિસબ્રિજ ધારાસભ્ય અમિતભાઇ શાહ, ધર્મેન્દ્રભાઈ, હર્ષદભાઇ, જીતુભાઈ, કિશોરભાઇ, દેવાંગભાઈ, દિલીપભાઇ, દર્શનાબેન, નંદીનીબેન આદિ અને મહાનુભાવો ઉપસ્થિત રહેલા.
Gujarat Cheif Minister Bhupendra Patel, Amit thaker Vejalpur MLA, Gujarat BJP state in-charge Ratnakarji, Ahmedabad city president and Alicebridge MLA Amitbhai Shah, Dharmendrabhai, Harshadbhai, Jeetubhai, Kishorebhai, Dewangbhai, Dilipbhai, Darshanaben, Nandiniben
Read More: દુનિયાને વધુ એક ઝાટકો કોરોનાથી ત્રસ્ત, COVID-19ની રસી લીધા બાદ 2 લોકોની બગડી તબિયત.
જોધપુર વિસ્તારમાં 24 નવેમ્બર ને સાંજે ૬ કલાકે સ્નેહમિલન નું આયોજન કરવામાં આવ્યું.. આ સ્નેહ મિલન સમારોહમાં ગુજરાતના હરણફાળ વિકાસની વાતો રજૂ કરવામાં આવી હતી..