Lok Sabha Election : આજે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ અમરેલીમાં પરિવાર સહિત મતદાન કર્યું છે. રાજકોટ બેઠક પર ભાજપના પરષોત્તમ રૂપાલા સામે કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણીને ટિકિટ આપી છે.
પરષોત્તમ રૂપાલાએ મતદાન કર્યા બાદ કહ્યું કે, ‘આજે મેં પરિવાર સહિત મતદાન કરી દીધું છે. ઈશ્વરીયાની અંદર મારા બૂથની અંદર, અને સૌ મતદાતાઓ હોશભેર લાઈન લગાવીને મતદાન આપવા માટે ઉમટી પડ્યા છે. આપ સૌને પણ પોતાનો કિંમતી અને પવિત્ર મત આજે સો ટકા મતદાન કરવાની નમ્ર અપીલ. શાંતિપૂર્ણ માહોલમાં આપ સૌ પૂરેપુરુ મતદાન કરો એવી નમ્ર વિનંતી. હું હવેથી મારા લોકસભા ક્ષેત્ર રાજકોટ મતવિસ્તારમાં જઈશ.’
કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા પરષોત્તમ રૂપાલા લોકસભા ચૂંટણી 2024 ના ત્રીજા તબક્કા માટે મતદાન કરતા પહેલા અમરેલીના એક મંદિરમાં પ્રાર્થના કરી રહ્યા છે.
અમરેલી લોકસભા બેઠક પરથી ભરતભાઈ મનુભાઈ સુતરીયા ભાજપના ઉમેદવાર છે અને કોંગ્રેસે અહીંથી જેનીબેન ઠુમ્મરને મેદાનમાં ઉતાર્યા છે.
રાજ્યની 25 સંસદીય બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે. સુરતના ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ તેમની બેઠક પરથી બિનહરીફ ચૂંટાયા હતા