Gujarat News: રાજકોટમાં આવાસ ક્વાર્ટરનું કૌભાંડનો મામલો સામે આવ્યું છે. ભાજપના 2 કોર્પોરેટરના પતિએ કૌભાંડ આચર્યું હોવાનું આક્ષેપ થઈ રહ્યો છે. અત્રે જણાવીએ કે, વોર્ડ નંબર 5 અને 6ના કોર્પોટરના પતિએ કૌભાંડ આચર્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
સેટિંગ કરીને ક્વાર્ટર કૌભાંડ આચર્યું !
વજીબેન અને દેવુબેનના પતિએ કોર્પોરેશનમાં સેટિંગ કરીને ક્વાર્ટર કૌભાંડ આચર્યું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. જે બંન્નેના નામ મનસુખ જાદવ અને કવા ગોલતર છે. જેમણે ગરીબોનો હકના આવાસ પોતાના સંબંધીના નામે કર્યા હોવાની બૂમરાડ ઉઠી છે. ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો માટે આ આવાસ બનાવાયા હતા.
ગોકુલ નગર આવાસનો ગઈકાલે ડ્રો થયો હતો
આવાસ ક્વાર્ટરનું કૌભાંડનો મુદ્દો સામે આવતા રાજકોટમાં અનેક કૌભાંડોની પણ વિશેષ ચર્ચા થઈ રહી છે. અત્રે જણાવીએ કે, ગરીબોના હક્કના રહેઠાણમાં પણ કૌભાંડ કરવાનું ન છોડતા નગરની જનતામાં બંન્ને કોર્પોરેટર અને તેમના પતિઓ વિરૂદ્ધ ફીટકાર વ્યાપી જવા પામ્યું છે. ઉલ્લેખનીય છે કે, સંત કબીર રોડ પર ગોકુલ નગર આવાસનો ગઈકાલે ડ્રો થયો હતો
કોઇપણ જાતનું કૌભાંડ થયું નથી: કવાભાઇ ગોલતર
તો બીજી તરફ કાઉન્સિલરના પતિ કવાભાઇ ગોલતરે પોતાના પર લાગેલા આરોપ ફગાવ્યા છે. તેમણે કહ્યું કે, આવાસ યોજનાનો ડ્રો ઓનલાઇન થયો છે. કોઇપણ જાતનું કૌભાંડ થયું નથી.