Election 2024 VOTE COUNTING : લોકસભા ની ચૂંટણી ના અંતિમ ચરણો માં મતદાન ચાલી રહ્યું છે ત્યારે ગુજરાત માં યોજાયેલ ચૂંટણી બાદ તંત્ર દ્વારા રાજ્ય માં મત ગણતરી માટે તૈયારી ઓ પ્રારંભ કરવામાં આવી છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીએ પ્રેસ કોન્ફરન્સ કરી અગત્યની જાહેરાત કરેલ.
જાણો ક્યાં કેટલા કર્મચારીઓ બજાવશે ફરજ
4થી જૂનના રોજ સવારે આઠ વાગ્યાથી રાજ્યના 26 કેન્દ્રો પર લોકસભાની ચૂંટણીની મતગણતરી શરૂ થશે તેમ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીએ જણાવ્યું છે..સમગ્ર મતગણતરી પ્રક્રિયા માટે 56 મતગણતરી નિરીક્ષક, 30 ચૂંટણી અધિકારી અને 180મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે મુખ્ય નિર્વાચન અધિકારીની અધ્યક્ષતામાં સ્ટેટ પોલીસ નોડલ ઑફિસર તથા તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી..વિધાનસભાની પેટાચૂંટણીઓની મતગણતરી સંદર્ભે મુખ્ય નિર્વાચન અધિકારીની અધ્યક્ષતામાં વિડિયો કૉન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક યોજાઈ હતી.
મતગણતરી સ્ટાફનું રેન્ડમાઈઝેશન યોજાયું
રાજ્યના તમામ મતગણતરી મથકોએ આવશ્યક તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે મતગણતરી સ્ટાફનું પહેલું રેન્ડમાઈઝેશન એક અઠવાડિયા પહેલા, બીજું રેન્ડમાઈઝેશન મતગણતરીના 24 કલાક પહેલા અને ત્રીજું રેન્ડમાઈઝેશન મતગણતરીના દિવસે વહેલી સવારે 5 વાગ્યે નિરીક્ષકોની હાજરીમાં કરવામાં આવશે. મતગણતરીના દરેક ટેબલ પર એક માઈક્રો-ઑબ્ઝર્વર, એક કાઉન્ટીંગ સુપરવાઈઝર અને એક કાઉન્ટીંગ આસિસ્ટન્ટને ફરજ સોંપવામાં આવી છે. આ ઉપરાંત કાઉન્ટીંગ હૉલમાં બે માઈક્રો-ઑબ્ઝર્વર મૂકવામાં આવશે. મતગણતરીની સમગ્ર પ્રક્રિયાની વિડિયોગ્રાફી કરવામાં આવશે.ભારતના ચૂંટણી પંચ દ્વારા જેમને અધિકાર પત્રો આપવામાં આવ્યા છે તેવા મીડિયાકર્મીઓ પણ પ્રવેશ કરી શકશે.
પાટણમાં યોજાનારી મતગણતરીની તૈયારીઓ પૂરજોશમાં
પાટણ લોકસભા બેઠકની 4થી જૂનના રોજ મત ગણતરી હાથ ધરાનાર છે તેને અનુલક્ષીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે અને મતગણતરી કામગીરીમાં ફરજ બજાવનાર અધિકારીઓ કર્મચારીઓના સ્ટાફને તાલીમ આપવામાં આવી હતી.મતગણતરીના દિવસે શાંતિપૂર્ણ માહોલમાં તમામ કામગીરી સંપન્ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત, પાર્કિંગ, પીવાનું પાણી, ભોજન વ્યવસ્થા, ચા-નાસ્તાની વ્યવસ્થા, યોગ્ય સાફ-સફાઈ, ફાયર બંદોબસ્ત, સ્ટ્રોંગરૂમ, પોસ્ટલ બેલેટ સંબંધિત વ્યવસ્થા, મીડિયા સેન્ટરને લગતી તમામ વ્યવસ્થા, આરોગ્ય વિષયક વ્યવસ્થાઓ સંલગ્ન અધિકારીઓ અને તેઓની ટીમને સોંપવામાં આવી છે.
મહેસાણામાં મતગણતરીની તૈયારીઓ શરૂ
મહેસાણામાં આગામી 4 જૂને લોકસભા અને વિજાપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે મર્ચન્ટ મહાવિદ્યાલયમાં મતગણતરી થશે. આ માટે 400 જેટલા કર્મચારીઓને ફરજ સોંપવામાં આવી છે. જિલ્લામાં એક હજાર 805 ઈવીએમ મશીનમાં નોંધાયેલા 10 લાખ 58 હજાર મતની ગણતરી કરવામાં આવશે. દરેક વિધાનસભા પ્રમાણે સાત બેઠકમાં 17થી 21 રાઉન્ડમાં ગણતરી કરવામાં આવશે. જ્યારે માણસા બેઠકની 18 રાઉન્ડ તેમ જ મહેસાણાની 19 રાઉન્ડમાં મતગણતરી થશે