વડાપ્રધાન અને ગુજરાત રાજયના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ, ગુજરાત રાજયના ૧૪મા મુખ્યમંત્રી તરીકે તા.૭ ઓક્ટોબર, ૨૦૦૧ના દિવસે શપથ લઈને રાજ્યની વિકાસ યાત્રાની કરવટ બદલી હતી. તેમના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની વર્ષ-૨૦૦૧ થી વર્ષ-૨૦૨૪ સુધીની ૨૩ વર્ષની સર્વગ્રાહી વૈશ્વિક વિકાસ યાત્રાની સફળતાની ગાથામાં નાગરિકોને જોડી ઓકટોબર-૨૦૨૪ની તા. ૦૭ થી તા.૧૫ દરમિયાન “વિકાસ સપ્તાહ” ઉજવણીનું આયોજન થયું છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જોયેલા વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા મન-વચન અને કર્મથી તત્પર રહેવા સાથે દેશ માટે સમર્પિત ભાવની સામૂહિક ભારત વિકાસ પ્રતિજ્ઞા જિલ્લાની પ્રાંત અને મામલતદાર કચેરીઓ ખાતે લેવામાં આવી હતી.
જેમાં પ્રાંત અધિકારીઓ, મામલતદાર સહિત પ્રાંત અને મામલતદાર કચેરીઓનો સ્ટાફ સહિત તમામ અધિકારી/કર્મચારીઓ સહભાગી બની સામૂહિક પ્રતિજ્ઞાનું પઠન કરવામાં આવ્યું હતું. તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જોયેલા વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા સમર્પિત ભાવની સામૂહિક કટિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.આમ“વિકાસ સપ્તાહ” ( vikas saptah ) ઉજવણી અંતર્ગત જિલ્લાની પ્રાંત અને મામલતદાર કચેરીઓ ખાતે ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવાઇ હતી.
આ પણ વાંચો – અંબાજી ખાતે આંતર કોલેજ ક્રોસ કન્ટ્રી સ્પર્ધા યોજાઈ, આ સ્પર્ધામાં 200 થિવ વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો