ઉતરાયણને હજુ એક મહિનાનો સમય છે તે પહેલા જ દોરીથી ગળુ કપાવવાની ઘટનાઓ સામે આવવા લાગી છે. ઉતરાયણ આવતા જ ટુ-વ્હીલર ચાલકો માટે જોખમ વધી જાય છે. પતંગની કાતિલ દોરીએ ભૂતકાળમાં પણ અનેક લોકોના જીવ લીધા છે. આ વખતે પણ આ સીલસીલો શરૂ થઈ ગયો છે. જેમાં નીતિન પટેલ નામનો કોબા ગામે રહેતો યુવક પોતાના બાઈકમાં ઓલપાડ નોકરીએ જવા નીકળ્યો હતો. પારડી કોબા ગામની સીમમાંથી પસાર થતો હતો ત્યારે કાતિલ દોરી ગળાના ભાગે ફસાઈ હતી. દોરી ગળામાં ફસાતા યુવકનું ગળુ કપાયું હતું. યુવકનું ગળુ કપાતા તાત્કાલિક સારવારમાં હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં નીતિન પટેલને ગળાના ભાગે 9 ટાંકા આવ્યા હતા.
દેશમાં ઉતરાયણને ધૂમ ધામથી મનાવામાં આવે છે બાળકોથી લઈને વૃદ્ધો મન ભરીને પતંગ ઉડાવે છે જોકે, પતંગ ઉડાવવી એ પણ કેટલાક લોકો માટે સમસ્યા બની જાય છે. ભારતમાં ચાઈનીઝ માંઝા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે જો કે આજે પણ ચાઇનીસ માંઝા આડેધડ વેચાય છે. કેટલાક કિસ્સાઓમાં, માંઝાને કારણે મૃત્યુ પણ થાય છે. બાઇક સવારો માટે આ સૌથી ખતરનાક છે.