કેન્દ્રની મોદી સરકાર ખેડૂતોની આવક વધારવા સાથે આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે સતત કામ કરી રહી છે. આ સંદર્ભમાં સરકારે દિવાળી પહેલા દેશના ખેડૂતોને મોટી ભેટ આપી છે. સરકારે MSP એટલે કે રવિ સિઝનના મુખ્ય 6 પાકના લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કર્યો છે. કેન્દ્રીય કેબિનેટે MSPમાં 2%થી 7 ટકા સુધી વધારાને મંજૂરી આપી છે.
સરકારે ઘઉં અને સરસવ સહિત 6 પાકોની MSP વધારવાનો નિર્ણય કર્યો છે. ઘઉં, જવ, બટાકા, ચણા, મસૂર, અળસી, વટાણા અને સરસવને મુખ્ય રવિ પાક ગણવામાં આવે છે. ઘઉંના લઘુત્તમ ટેકાના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ 150 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. સરસવની એમએસપીમાં 200 રૂપિયા વધારો કરાયો છે.
આ રવિ પાક માટે MSPમાં વધારો કરાયો
મસૂરમાં રૂ. 425/ક્વિન્ટલનો વધારો
ઘઉંના MSPમાં રૂ. 150/ક્વિન્ટલનો વધારો
ચણાનાં MSPમાં રૂ. 105/ક્વિન્ટલનો વધારો થયો છે
કુસુમ પાકના MSPમાં રૂ. 150/ક્વિન્ટલનો વધારો
જવના MSPમાં રૂ. 115/ક્વિન્ટલનો વધારો
તેલીબિયાં અને સરસવના MSPમાં રૂ. 200/ક્વિન્ટલનો વધારો
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કેબિનેટ બ્રીફિંગમાં કહ્યું, ‘અમે વિવિધ કાર્યક્રમો શરૂ કર્યા જેના પરિણામે પાક ઉત્પાદનમાં સફળતા મળી. છેલ્લા 8 વર્ષમાં ખાદ્યાન્ન ઉત્પાદનમાં 31%નો વધારો થયો છે.
ન્યૂનતમ સમર્થન કિંમત (MSP) શું છે
વાસ્તવમાં, એમએસપીની સિસ્ટમ એ સુનિશ્ચિત કરવા માટે શરૂ કરવામાં આવી હતી કે ખેડૂતોને તેમના પાકના વાજબી ભાવ મળે. આ અંતર્ગત સરકાર પાક માટે લઘુત્તમ ભાવ નક્કી કરે છે, જેને લઘુત્તમ ટેકાના ભાવ કહેવાય છે. આ સિસ્ટમનો ફાયદો એ છે કે જો પાકના બજાર ભાવ ઘટે તો પણ કેન્દ્ર સરકાર આ MSP પર ખેડૂતો પાસેથી પાક ખરીદે છે.