Banaskantha update : દિયોદર પંથકમાં ચોરોને છૂટો દોર….
અનેક ચોરીઓ કાગળ ઉપર… ફરિયાદ નોંધવામાં પોલીસ ની ઉદાસીનતા કેમ…?
દિયોદર પંથકમાં છેલ્લા 10 થી 15 દિવસમાં ચોરોને જાણે કે છૂટો દોર મળી ગયો હોય તેમ ચાર થી પાંચ મકાનો ના તાળાં તોડી લાખો રૂપિયાની ચોરી થવા પામેલ છે . ત્યારે દિયોદર પોલીસ બિન્દાસ આરામ કરી રહ્યા હોય એમ મહેસુસ આમ જનતાને થઈ રહ્યું છે
પોલીસ તંત્ર જાણે કોઈ મોટી ઘટના ના ઇન્તજારમાં હોય તેમ ચારેક મોટી ચોરી ઓ થવા છતાં પોલીસ ફરિયાદ નોંધી રહી નથી અને માત્ર કાગળ ઉપર ઘોડા દોડાવી રહી છે તેમજ જે પરિવારોને ત્યાં ચોરી થઈ છે તેમને તમારો મુદ્દામાલ ટૂંક સમયમાં બધો જ પરત અપાવી દઈશું ના ઠાલાં આશ્વાસન આપી ફરિયાદો નોંધાવવાથી દુર રાખી રહ્યા છે
દિયોદરમાં થયેલ ચોરી માં ભાજપના એક પૂર્વ મહામંત્રી ના ઘરે પણ મોટી ચોરી થવા પામેલ છે . છતાંય પોલીસ તંત્ર એકમાત્ર ચોરાયેલી ગાડી સિવાય ફરિયાદ કાગળ ઉપર દોડાવી રહી છે.
ચાર પાંચ મકાનો માં દર-દાગીના, રોકડ રકમ અને
ગાડી ની ચોરી છતાં કાગળ ઉપર
કહેવાય છે કે છેલ્લા બે દિવસથી 4 થી 5 લબરમૂછીયા યુવાનો પોલીસના હવાલે છે છતાં પોલીસ કાગળ ઉપર લાવવા ના બદલે કેમ ઢાંકપીછાણું કરી રહી છે તે પ્રશ્ન પ્રજા માં પૂછાઇ રહ્યો છે.
દિયોદર પોલીસ સ્ટેશનમાં કેમેરા લગાવ્યા છે પરંતુ પોલીસ સ્ટેશનમાં અસામાજિક તત્વોનો આશ્રય સ્થાન સમા પાછળના ભાગે આવેલ જૂનું પોલીસ સ્ટેશન હોય તેવું મહેસૂસ થઈ રહ્યું છે જ્યાં કેમેરાનો અભાવ છે ત્યાં આવી અસામાજિક પ્રવૃત્તિઓમાં પકડાયેલા તેમજ સંકળાયેલા લોકોને લાવવામાં આવે છે અને પોલીસ તંત્ર દ્વારા તેમના સાથે સેટલમેન્ટ કરવામાં આવી રહ્યો હોવાનું ચચૉસ્પદ બનવા પામેલ છે
છેલ્લા બે દિવસથી મીડિયાને પણ કેટલા ચોરો પકડાયા શું થયું..?
તેની વિગત આપવામાં પણ આવી રહી નથી
આખરે પોલીસ જાગી…
જોકે રાત્રે આ બાબતે દિયોદર પીએસઆઈ પી.વી ધોળકિયાનો સંપર્ક કરતાં તેમણે જણાવેલ કે દિયોદર ની ચોરી બાબતે ત્રણ ઇસમો તેમજ એક સગીર પકડાયેલ છે. જેમાં
- પૃથ્વીરાજ ઉર્ફે ભોલુ માધુભા ખોડુંભા ઝાલા ઉમર વર્ષ 20 રહેવાસી દિયોદર ,
- વિશાલ પ્રકાશભાઇ નાગજીભાઈ ડોડીયા ઉમર વર્ષ 19 રહેવાસી દિયોદર,
- વિષ્ણુ ઉર્ફે વિપુલ અશોકભાઇ ભીખાભાઇ પરમાર (વજીર) ઉમર વર્ષ 18 રહેવાસી દિયોદર
ને પોલીસે તારીખ 23-06-2024 ના રોજ રાત્રે 9:૦૦ વાગ્યે અટક કરેલ છે, તેમજ આ ગુના ના કામે કાયદાના સંઘર્ષ માં આવેલ, કિશોર વિશાલ ઉર્ફે ગુડ્ડુ કેતનભાઈ શગરામભાઈ ચૌહાણ ઉમર વર્ષ 17 ને 10 માસ રહેવાસી દિયોદર ને તારીખ 24 ના રોજ દિયોદર મુકામે તેના પિતાની હાજરી માં નજરકેદ રાખવામાં આવેલ છે.
આરોપી નંબર 1 થી 3 ની પૂછપરછ કરતાં આરોપીઓએ દિયોદર ટાઉન માં તિરૂપતિ સોસાયટી માં રાત્રિ સમયે કરેલ ઘરફોડ ચોરી તથા સ્વિફ્ટ ગાડીની ચોરીની કબૂલાત કરેલ છે જે અન્વયે દિયોદર પોલીસ સ્ટેશનમાં ઇપીકો કલમ 379 મુજબ ગુનો દાખલ થયેલ છે.
આ તમામ આરોપીઓએ ગુનાના કામે ચોરીમાં ગયેલ સોના ચાંદી ના દાગીનાનો મુદ્દામાલ ક્યાં રાખ્યો છે, કોને આપ્યો છે તે પૂછપરછ ની જરૂરિયાત હોય તેમજ તેમની તપાસ ની જરૂરિયાત હોય દિયોદર પોલીસ દ્વારા નામદાર દિયોદર કોર્ટ માં 7 દિવસ ના રિમાન્ડ માગેલ જેમાં નામદાર કોર્ટ દ્વારા 4 દિવસ ના રિમાન્ડ મળેલ હોવાનું દિયોદર પીએસઆઈ પી. વી ધોળકીયાએ જણાવેલ છે.
Read More :
Gujarat News : રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવની ૨૧મી શૃંખલા ૨૬ થી ૨૮ જૂન
Gujarat Heavy Rain: ગુજરાતના દ્વારકામાં મેઘરાજાની તોફાની બેટિંગ,