Banaskantha news: બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે બનાસકાંઠા જિલ્લા ક્ષત્રિય પરિવાર નું ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું.
આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પધારેલ અને ક્ષત્રિય સમાજ ના વિવિધ આગેવાનો દ્વારા તેમનું ફુલહારથી સન્માન કરવામાં આવેલ. આ પ્રસંગે પધારેલા સૌને રાવણા રાજપૂત સમાજ ના કનુભાઈ પઢિયાર, દિયોદર ના રાજવી ગિરિરાજસિંહ વાઘેલા એ જણાવેલ કે સૌએ એક બની સમાજની તાકાત બતાવી દેવાનો સમય આવ્યો છે. ત્યારે સૌએ મક્કમ નિર્ધાર કરવાનો છે.
ક્ષત્રિય પરિવાર દ્વારા ગેનીબેન ઠાકોરનું ચુંદડી ઓઢાડી, સાકરનો પડો આપી મામેરૂ ભરેલ
આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લાના કાંગ્રેસ ના પ્રમુખ ભરતસિંહજી વાઘેલા એ જણાવ્યું કે, આપણા સમાજ ની એક માંગણી પણ તેઓ સ્વીકારી શક્યા નથી. આપણે ગેનીબેનને અને રાજ્યભરમાં કચકચાવીને મતદાન કરી આપણી તાકાત બતાવી દેવાની છે. દરમ્યાન કોંગ્રેસ ના બનાસકાંઠા લોકસભા ના ઉમેદવાર ગેનીબેન ઠાકોર આવતાં સૌએ વધાવેલ. બાદમાં ક્ષત્રિય પરિવાર દ્વારા ઉમેદવાર ગેનીબેન ઠાકોર નું ચુંદડી ઓઢાડી,સાકરનો પડો આપી મામેરૂ ભરેલ.જેને સૌએ વધાવેલ.
સાતમી તારીખે દરેક બૂથ સંભાળી લઇ ગેનીબેન ને જંગી વિજય અપાવી સાકર વહેંચવાની છે
આ પ્રસંગે દિપસિ઼હજીએ જણાવ્યું હતું કે આપણે જાગતા રહી પરિણામ લાવવાનું પછી આપણે સૂઈ જશું તો પટેલો લઇ જશે પછી કેતા નહીં. આ પ્રસંગે ઇન્દ્રવદનસિંહ ગોહિલ, પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, બળદેવજી ઠાકોર આદિને પ્રવચન આપતાં જણાવ્યું હતું કે આપણે સાકરના પડા થી ગેનીબેન ઠાકોર નું મામેરૂ ભર્યું છે. તો સાતમી તારીખે દરેક બૂથ સંભાળી લઇ ગેનીબેન ને જંગી વિજય અપાવી સાકર વહેંચવાની છે. આપણે ચુંદડી ઓઢાડી છે તેની આબરૂ ન જાય તેની તકેદારી સૌએ રાખવાની છે.
આ પ્રસંગે ભાજપના અનેક કાયૅકરો કાંગ્રેસમાં જોડાયા
આ પ્રસંગે ભાજપના પૂર્વ પ્રમુખ, વાવના મહામંત્રી અંબારામભાઇ જોષી સહિત અનેક કાયૅકરો ભાજપ છોડીને કાંગ્રેસ માં જોડાતાં તેમનું પ્રદેશ પ્રમુખ દ્વારા સ્વાગત કરવામાં આવેલ.
ગેનીબેન ઠાકોર : ક્ષત્રિય સમાજ ની જે એકતા થઈ છે તેને કોઈ ની નજર ન લાગે.
ઉમેદવાર ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે આજે ક્ષત્રિય પરિવારે મારૂં મામેરૂ ભરી મને ધન્ય બનાવી છે.તેમાંય બનાસકાંઠા ની લોકસભાની સૌ પ્રથમ ટીકીટ જીલ્લા ની ગરીબ પરિવારની દિકરી ને ક્ષત્રિય સમાજના આગેવાન એવા શક્તિસિંહજી ગોહિલે ધરીને ધન્ય બનાવી છે. સાતમી તારીખે એક તરફ સી આર પાટીલ નું બીજી તરફ આપણા કતૅવ્ય નિષ્ઠ જાગીરદાર સમાજના અગ્રણી શકિતસિંહ ગોહિલ છે.કોની આબરૂ વધારવી એની આપણે ખબર રાખવાની છે. આ વખતે કુનેહપૂર્વક ટીકીટ ની ફારવણી પાંચ લાખના ફુગ્ગા ની હવા કાઢી નાખી છે. જગતજનની મા અંબા ને પ્રાર્થના કરૂં છું કે ક્ષત્રિય સમાજ ની જે એકતા થઈ છે તેને કોઈ ની નજર ન લાગે.
ગરીબ પરિવારોની દિકરી ને હરાવવા પી.એમ. ને આવવું પડે છે
જીલ્લા માં ગરીબ પરિવારોની દિકરી ને હરાવવા મુખ્યમંત્રી આવ્યા, પ્રદેશ પ્રમુખ આવ્યા પરંતુ પરિણામ ન દેખાતા પી.એમ. ને એક ગરીબ પરિવારની દીકરી ને હરાવવા આવવું પડે છે. જે તમારી એકતા અને ખાનદાની છે.
શક્તિસિંહ ગોહિલ: રામરાજ્ય ના નામે પ્રજાને ગૂમરાહ કરાય છે
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે આ પંથકમાં ક્ષત્રિય સમાજ ની સાથે સાથે બ્રહ્મ સમાજ ના, કારડીયા સમાજ, નાડોદા સમાજ સહિતના રજવાડા હતા.આજે સૌ સાથે છીએ.કૌરવો ના અભિમાન ના કારણે કુરૂક્ષેત્ર સર્જાયું હતું એવીજ સ્થિતિ આજે ઉભી થઇ છે. આ માણસે દલિત સમાજ, ચૌધરી સમાજ સહિતના અનેક સમાજનોનું અપમાન આ માણસ કરી ચૂક્યા છે.
પરંતુ વહેમમાં રહ્યા કે પૈસા છે તો ભાગલા પાડી દઇશું. પરંતુ તમે સૌએ તમારી તાકાત, મક્કમતા બતાવી દીધી છે. રામરાજય એટલા માટે વખણાય છે કે લોકોનો અવાજ સાંભળવો જોઈએ. અહીતો રામરાજ્ય ના નામે પ્રજાને ગૂમરાહ કરાય છે જેથી પ્રજા પીસાઈ રહી છે.આ પ્રસંગે વિશાળ સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો, કરણીસેના,મહાકાલસેના ના યુવાનો, ઉપસ્થિત રહેલ.