Lok Adalat Banaskantha News :
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, પાલનપુરની કચેરી દ્વારા લોક અદાલત યોજાઈ
૯,૭૧૮ કેસોના નિકાલ સાથે રૂ. ૩૬,૫૪,૩૦,૨૩૫/- નું વળતર ચૂકવવા હુકમ
ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદનાં માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, પાલનપુરની કચેરી દ્વારા તા ૨૨ જૂનના રોજ તમામ પ્રકારનાં દીવાની તથા ફોજદારી કેસો માટેની લોક અદાલત યોજવામાં આવી હતી. જેમાં બનાસકાંઠા જિલ્લામાં રહેતા તમામ પક્ષકારોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો.
લોક અદાલતમાં માનનીય મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અને અધ્યક્ષ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, પાલનપુરનાં સઘન પ્રયત્નોથી સમગ્ર જિલ્લામાં પ્રી-લીટીગેશનનાં ટ્રાફીક ચલણનાં કુલ : ૩૬૨૮ કેસો મળી કુલ ૪૫૯૩ કેસો સેટલ થયેલ, જેમાં કુલ રુા.૩,૫૧,૭૯,૦૮૦/- (અંકે રુપિયા ત્રણ કરોડ એકાવન લાખ ઓગણએંસી હજાર એશી પુરા ) નું સેટલમેન્ટ થયેલ. તથા બનાસકાંઠા જિલ્લાની તમામ કોર્ટોમાં ચાલુ કેસો પૈકી ડોરમેન્ટના કેસો સાથે કુલ ૫૧૨૫ કેસોનો નિકાલ થયેલ, જેમાં કુલ રુા.૩૧, ૦૧, ૯૯, ૧૫૫/- (અંકે રૂપિયા એકત્રીસ કરોડ એક લાખ નવ્વાણું હજાર એકસો પંચાવન પુરા)નું સેટલમેન્ટ થયેલ, જયારે મોટર અકસ્માત વળતરનાં કુલ ૩૮ કેસોમાં સમાધાન થતાં, કુલ રકમ રૂ.૨,૦૦,પર,૦૦૦/- (અંકે રુપિયા બે કરોડ બાવન હજાર પુરા)નું વળતર ચૂકવવાનો હુકમ થયેલ.
આમ, Banaskantha જિલ્લાની અદાલતોમાં ચાલતા કેસો પૈકી લીટીગેશન તેમજ પ્રી-લીટીગેશનનાં મળી, કુલ ૯,૭૧૮ કેસોનો નિકાલ થયેલ, જેમાં કુલ રકમ રૂા.૩૬,૫૪,૩૦,૨૩૫/- (અંકે રુપિયા છત્રીસ કરોડ ચોપ્પન લાખ ત્રીસ હજાર બસો પાંત્રીસ પુરા) નું વળતર ચૂકવવાનો હુકમ થયેલ છે.
બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા તમામ ન્યાયાધીશ સાહેબશ્રીઓ, વકીલશ્રીઓ, બેંક/ઈન્શ્યોરન્સ કંપનીનાં અધિકારીશ્રીઓ, કોર્ટમાં ફરજ બજાવતા કર્મચારીઓ તેમજ કેસોનાં પક્ષકારોનાં સાથ સહકારથી સદરહું રાષ્ટ્રીય લોક અદાલત National Lok Adalat ખૂબ જ સફળ રહી હતી.
Read More : Weather Updates: મેઘરાજા એ ગરમીના કહેર થી રાહત આપી, આ રાજ્યોમાં
Jagan Reddy : આંધ્રમાં નિર્માણાધીન કાર્યાલય પર બુલડોઝર માર્યું, જગન