બનાસકાંઠા ના સાંસદ ગેનીબેન ઠાકોરે આજરોજ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ને મળીને વર્ષોથી બનાસકાંઠા જિલ્લાના નાગરિકોની માંગણી હતી તે અનુસંધાને પાલનપુર મુકામે નેશનલ હાઇવે નંબર 27 એરોમા સર્કલ થી બિહારી બાગ સુધી એલેવેટેડ ઓવર બ્રિજ અથવા અંડર પાસ બને તે માટે રજૂઆત કરી હતી.
સંસદસભ્ય એ તમામ વિગતો કેન્દ્રીયમંત્રી ને આપી ટ્રાફિક જામના કારણે બનાસવાસી નાગરિકોને પડતી મુશ્કેલી નું નિવારણ આવે તે માટે વિનંતી કરતાં કેન્દ્રીય મંત્રી એ ત્યાં હાજર નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારી ઓ, સાથે ચર્ચા કરી હતી.અને આ પંથકના પ્રજાજનોને પડતી મુશ્કેલીનો હલ કરવા તરત આ કામ આગળ વધારવા માટે સૂચના આપી હતી.
આ પંથકના પ્રજાજનો ની સમસ્યા ને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય મંત્રી એ દશૉવેલ અભિગમને સૌએ આવકારેલ અને સાવૅજનિક પ્રજાહિત ની મુશ્કેલી ને મંત્રી સુધી રજૂ કરવા બદલ સૌએ બનાસકાંઠા જિલ્લાના સંસદસભ્ય ગેનીબેન ઠાકોર ને અભિનંદન પાઠવ્યા હતા.
એરોમા સર્કલના ટ્રાફિક જામનો પ્રશ્ન લોકો માટે માથાનો દુઃખાવો છે અને નેતાઓ માટે સમજ વગરની રજૂઆત અને પ્રચારનો મુદ્દો છે.
હવે પાલનપુરની સ્થિતિ એવી થઈ છે કે શહેર ખાલી થઈ રહ્યું છે, ગામડા જેવું થઈ ગયું છે અને હાઇવે ઉપર ચોતરફ વસવાટ વધી રહ્યો છે. મુંબઈથી આવેલા એક એન્જિનિયરના મતે પાલનપુરને ઓવર બ્રિજ કે ફ્લાય ઓવર બ્રીજ ની નહિ પરંતુ અંડર પાસની વિશેષ જરૂર છે.