Banaskantha: લોકસભાની ચૂંટણી જીતી સાંસદ બન્યા બાદ ગેનીબેન ઠાકોરે પોતાના મામેરા મુદ્દેના વચનનું પાલન કર્યુ, થરાદમાં મતદારોને સુખડી ખવડાવી મામેરૂ મીઠું કરાવ્યુંબનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરે લોકસભાની ચૂંટણી જીતી સાંસદ બન્યા બાદ વચન પાળ્યું છે.
તેઓ ચૂંટણી પ્રચાર દરમિયાન લોકોને મતોનું મામેરૂ ભરવાનું કહેતા હતાં. જેમણે મતદારો પાસે મામેરામાં મતો માંગ્યા હતા ત્યારે મતદારો તેમણે જીત અપાવતા તેમણે મતદારોને સુખડી ખવડાવી છે.
ગેનીબેને મામેરૂ મીઠું કરાવ્યું
ગેનીબેને મામેરાની માતર -સુખડી ખવડાવી છે. થરાદમાં ભાઈઓએ બહેનના મામેરાની સુખડી ખાઈ બહેન ગેનીબેન પર ફૂલનો વરસાદ કરી મોટો હાર પહેરાવ્યો હતો
આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા, થરાદના માજી ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, સહિત સમગ્ર થરાદના કોંગ્રેસના હોદ્દેદારો હાજર રહી મતદારોનો આભાર મા