બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકા માં આવતીકાલે શરૂ થનારી ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષા ની પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સરકારી તંત્ર દ્વારા સીસીટીવી કેમેરા પોલીસ બંદોબસ્ત અને સ્થાનિક તથા બોર્ડ અધિકારીઓના સ્કોરની દેખરેખ હેઠળ પરીક્ષા લેવાશે. વિદ્યાર્થીઓ સુયોગ્ય વાતાવરણમાં સ્વસ્થ રીતે પરીક્ષા આપી શકે તે માટે જિલ્લા વહીવટી તંત્રએ કમર કસી છે અને પરીક્ષાનું સૂચારૂ સંચાલન થાય માટે જિલ્લામાં નવતર પ્રયોગ કરી અલગ અલગ પરીક્ષા કેન્દ્રના સમવાહકો અને બીજા કેન્દ્રોમાં બદલવામાં આવ્યા છે
જેમાં દિયોદર તાલુકામાં આદર્શ હાઇસ્કુલ ખાતે ધોરણ 10 ના બે યુનીટ માં 480 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જ્યારે ધોરણ 12 ના એક યુનિટમાં 60 વિધાર્થીઓ પરીક્ષા આપશે તેવું શાળાના આચાર્ય સી.ડી. પટેલે જણાવેલ.
જ્યારે દિયોદર તાલુકાની વીકે વાઘેલા હાઇસ્કુલ ના આચાર્ય વી કે મોઢે જણાવ્યું કે શાળા માં ધોરણ 10 ના બે યુનિટમાં 720 વિદ્યાર્થીઓ જ્યારે ધોરણ 12 માં એક યુનિટમાં 120 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
દિયોદર તાલુકાના ચીભડા હાઇસ્કુલના આર.વી ડાભી એ જણાવ્યું કે શાળા માં ધોરણ 10 ના બે યુનીટ માં ૭૨૦ જેટલા વિદ્યાર્થીઓ જ્યારે ધોરણ 12 માં એક યુનિટમાં ૭૫૦ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
દિયોદર તાલુકાના ડુચકવાડા શાળા ના આચાર્ય દેવજીભાઇ એ માહિતી આપતાં જણાવ્યું કે શાળા માં ધોરણ 10 ના બે યુનિટમાં ૩૩૦ જેટલા બાળકો તેમજ ધોરણ ૧૨ ના બે યુનીટ માં ૩૩૦ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
જ્યારે રૈયા શાળા ના આચાર્ય વેલાભાઇ એ જણાવ્યું કે ધોરણ 10 માં એક યુનીટ માં ૩૪૦ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.અને
દિયોદર તાલુકાના સોની શાળા ના આચાર્ય રણછોડભાઈ એ જણાવ્યું કે ધોરણ 10માં બે યુનિટમાં ૩૫૦ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે ધોરણ ૧૨ના એક યુનિટ માં ૨૫૦ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
જેને લઈને તાલુકા વહીવટી તંત્ર તેમજ શાળા ઓ દ્વારા પૂર્વ તૈયારીઓ કરવામાં આવી છે.