શાળામાં ભણતા બાળકોમાં શિક્ષણની સાથે સ્વચ્છતાના ગુણો કેળવાય એ માટે જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાોઓમાં સફાઇના કાર્યક્રમની સાથે ચિત્ર સ્પર્ધા તેમજ વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
બનાસકાંઠા જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં સ્વચ્છતા અભિયાન અંગે ચિત્ર સ્પર્ધાઓ યોજાઇ રહી છે. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાઇને પોતાની કલ્પનાની સ્વચ્છતાના સુંદર ચિત્રો બનાવી સ્વચ્છતાનો મેસેજ આપી રહ્યા છે.જે કરે ગંદકી તેની ફોગટ જિંદગી…. જેવા વિષયો પર વિદ્યાર્થીઓ સુંદર મૌલિક વક્તવ્યો આપીને સ્વચ્છતા અભિયાનમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપી રહ્યા છે.