બનાસકાંઠા જિલ્લાના લાખણી
માર્કેટયાર્ડના
સંચાલક મંડળના ૧૪ સભ્યો માટે ની ચૂંટણીમાં ૫૩ ઉમેદવાર વચ્ચે રોમાંચક ચૂંટણી જંગ નિર્ધારીત યોજાઇ રહ્યો હતો. ત્યારે જીલ્લા રજીસ્ટ્રાર શ્રી બનાસકાંઠા એ લાખણી માર્કેટ સમિતિ ની ચુંટણી આજરોજ રદ કરેલ છે.તેમણે પત્ર માં જણાવ્યું છે કે ખેડૂત મતવિભાગમાં ચૂંટણી લડતાં ઉમેદવાર શ્રી મોતીભાઈ વાલજીભાઈ રબારી નું તા.૨૦/૧૨/૨૦૨૩ ના રોજ આકસ્મિક અવસાન થયેલ હોઈ સામાન્ય ચૂંટણી-૨૦૨૩ કે જે તા.૨૯/૧૨/૨૦૨૩ ના રોજ યોજાનાર હતી, તે હાલ રદ કરવામાં આવે છે.
ગુજરાત ખેતઉત્પન્ન બજારો બાબતના નિયમો-૧૯૬૫’ ના નિયમ-૨૪. મતદાન પહેલાં ઉમેદવારનું મૃત્યુ, કે જેની નિયત જોગવાઈ “મતદાન લેવાનું જરૂરી બન્યુ હોય તે પછી એમ જણાયા પછી અને મતદાન લેવામાં આવે તે પહેલાં જે ઉમેદવારને યોગ્ય રીતે નિયુક્ત કરવામાં આવ્યો હોય તે ઉમેદવાર મૃત્યુ પામે તો ચૂંટણી અધિકારીએ તે ઉમેદવારના મૃત્યુ સબંધી ખાતરી કર્યા પછી મતદાન રદ કરવું, અને જાણે કે નવી ચૂંટણી કરતાં હોય તેમ સઘળી બાબતોમાં નવેસરથી ચૂંટણીનું કામ શરૂ કરવું.”, તે અનુસાર મતદાન લેવાનું નક્કી થયા બાદ હરીફ ઉમેદવાર શ્રી રબારી મોતીભાઈ વાલજીભાઈ નું અવસાન થયાની બાબત ધ્યાન પર આવતા અને આ ઉમેદવારના મૃત્યુ સંબંધી ખાતરી થતા તે હકીકત ધ્યાને લઇ ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, લાખણી, જી.બનાસકાંઠાની સામાન્ય ચૂંટણી-૨૦૨૩ માં તા.૨૯/૧૨/૨૦૨૩ ના રોજ થનાર મતદાન કાર્યવાહી (ચૂંટણી) રદ કરવામાં આવે છે,
આ પહેલા લાખણી માર્કેટયાર્ડમાં ભરતી મુદ્દે વિવાદ થતા આખું સંચાલક મંડળ સુપરસીડ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નવા સંચાલક મંડળની ચૂંટણી જાહેર કરવામાં આવી હતી.. જેનું ૨૯ ડિસેમ્બરે મતદાન હાથ ધરાનાર હતું દરેક સહકારી ક્ષેત્રની ચુંટણી માં ભાજપ દ્વારા ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવતો હતો. ત્યારે લાખણી માર્કેટયાર્ડ ની ચુંટણી માં ભાજપ દ્વારા ઉમેદવારોને મેન્ડેટ આપવામાં ન આવતા ચચૉસ્પદ બનવા પામેલ.આખરે ચુંટણી બંધ રહેવા પામેલ.