Banaskantha News : બનાસકાંઠા જિલ્લામાં આવેલા તાલુકા મથકો ની કોર્ટ માં સર્વિસ આપતાં એડવોકેટ ના એસોસીએસન બાર એસોસીએસનના હોદેદારોની ચુંટણી યોજાયેલ.
બનાસકાંઠા જિલ્લા ના દીઓદર કોર્ટ મધ્યે દીઓદર બાર એસોસીએસન Deodar bar association ના હોદેદારોની ચુંટણી યોજાયેલ. જેમાં વર્તમાન પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી રહેલ દિયોદરના જાણીતા એડવોકેટ બી.કે.જોષી B.K.Joshi ની પુન:નિમણૂક થતાં સૌએ અભિનંદન આપેલ.
હોદેદારોની ચુંટણી માં પ્રમુખ તરીકે બે ઉમેદવારો હતા. તેમજ ૬પ મતદારો પૈકી ૬ર જેટલા એડવોકેટોએ આ ચુંટણી ના મતદાનમાં ભાગ લીધેલ. જેમાં વર્તમાન પ્રમુખ બી.કે.જોષી ને ૩૬ મત જ્યારે આર.એસ.પટેલ ને ર૬ મતો મળતાં બી.કે.જોષી પ્રમુખ પદે વરણી પામેલ. જ્યારે અન્ય હોદેદારો બિનહરિફ થવા પામેલ. જેમાં ઉપ પ્રમુખ નવલસિંહ વાઘેલા, સેક્રેટરી એન.એસ.કુડેચા, ખજાનચી એન.ડી.કચ્છવા લાયબ્રેરીયન તરીકે એન.એમ.દેસાઈ બિનહરિફ થવા પામેલ.
ચુંટણી અધિકારી સી.બી.ઠાકોર ના વડપણ હેઠળ યોજાયેલ આ ચુંટણીમાં શાંતિપૂર્ણ મતદાન થયા બાદ મતગણતરી હાથ ધરાયેલ, બીજી વખત પ્રમુખ પદે વરાયેલા બી.કે.જોષી એ સૌને પોતાના માં વિશ્વાસ મુકવા સૌનો બદલ આભાર વ્યક્ત કરેલ.
આ સાથે ભાભર બાર એસોસીએસન Bhabhar bar association ના પ્રમુખ પદે કે.એન.વૈષ્ણવ K.N. Vaishanv જ્યારે ઉપ પ્રમુખ પદે કે.બી.ઠાકોર ની વરણી કરવામાં આવેલ. સેક્રેટરી તરીકે એમ.એસ.જયસ્વાલ, ખજાનચી જે.આર.જોષી ની નિમણૂક થયેલ
તેમજ થરાદ બાર એસોસીએસન Tharad bar association ના પ્રમુખ પદે સંજયકુમાર ઓઝા Sanjaykumar Oza ને ૮ મતોથી વિજય થવા પામેલ. તેમને ૩ર મતો મળેલ જ્યારે ભગવાનજી ચૌહાણને ર૪ મતો મળેલ.
રાજ્યમાં ફરી માવઠાની શક્યતા, 1થી 5 જાન્યુઆરી 5 દિવસ કંઈક મોટું થવાના એંધાણ: અંબાલાલ પટેલ
ગાંધીનગર ગીફ્ટ સીટીમા સરકારે દારૂ મુક્તિ આપતા મોરારીબાપુની પ્રતિક્રિયા
Lakhani : બનાસકાંઠા જિલ્લાના લાખણી ખેત માર્કેટ માં જામ્યો ચુંટણી નો જંગ