Banaskantha : જિલ્લા કલેકટર મિહિર પટેલની બનાસવાસીઓને સાવચેત રહેવા અપીલ
હવામાન વિભાગની આગાહીને પગલે સમગ્ર રાજ્ય સહિત બનાસકાંઠા જિલ્લામાં પણ બે દિવસથી વરસાદી માહોલ છવાયો છે. હવામાન વિભાગ દ્વારા banskantha જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન જિલ્લામાં સતત વરસાદી ઝાપટા પડી રહ્યા છે. તેમજ આગામી સમયમાં વરસાદનું જોર વધે એવી સંભાવના છે. જિલ્લામાં વરસાદી પરિસ્થિતિને weather ધ્યાને રાખીને તંત્ર સજજ બન્યું છે. કોઈપણ પરિસ્થિત ને પહોંચી વળવા માટે ટીમ બનાસ ખડેપગે તૈનાત છે.
banskantha જિલ્લામાં ભારે વરસાદી આફતની સંભાવના વચ્ચે જિલ્લા કલેકટર મિહિર પટેલ District Collector Mihir Patel દ્વારા જિલ્લાના સૌ નાગરિકોને સાવચેત અને તકેદારી રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે. જિલ્લાવાસીઓને કલેકટર મિહિર પટેલે નદી નાળા, કોઝ વે અને નીચાણવાળા વિસ્તારમાં જવાનું ટાળવા અને બિનજરૂરી હરવા ફરવા ન જવા નાગરિકોને વિનંતી કરી છે.
મુશ્કેલ પરિસ્થિતિમાં કન્ટ્રોલરૂમનો સંપર્ક કરવા અનુરોધ
જિલ્લામાં હાલ વરસાદની સ્થિતિ સામાન્ય weather છે છતાં પણ લોકોને સાવચેત રહેવા જણાવાયું છે. વધુ વરસાદની સ્થિતિમાં ઊંચાણવાળા સલામત સ્થળે ખસી જવા અનુરોધ કરવામાં આવ્યો છે. કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિમાં જિલ્લા કલેકટર કચેરી કંટ્રોલ રૂમ અને તમામ મામલતદાર કચેરી ખાતેના કંટ્રોલ રૂમ પર સંપર્ક કરવા નાગરિકોને અપીલ કરી છે.
તેમજ જિલ્લા કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ, બનાસકાંઠા દ્વારા બનાસકાંઠા જિલ્લામાં આવેલ તમામ નદી, નાળા, તળાવ, ડેમ, નહેર (કેનાલ), ચેકડેમ તથા તેનો નીચાણ વાળો વિસ્તાર, જળાશયો, કોઝ-વે તથા નાના- મોટા ધોધ જેવા પાણીનું ભારે વહેણ ધરાવતાં ભયજનક સ્થળોએ કોઇપણ વ્યક્તિ/પ્રવાસીઓએ નાહવા જવા, કપડા ધોવા કે માછલી પકડવા માટે પ્રવેશ કરવો નહી તેમજ તે માટે મદદગારી કરવી નહી તથા તમામ કોઝ-વે ઉપર પાણીનું વહેણ ચાલુ હોય ત્યારે કોઈ વ્યક્તિએ જાતે અથવા વાહન સાથે કોઝ-વે ઉપરથી પસાર થવું નહી. એવું જાહેર કરેલ છે.
નદી નાળા, કોઝ વે અને નીચાણ વાળા વિસ્તારમાં જવાનું ટાળવા અને બિનજરૂરી હરવા ફરવા ન જવા નાગરિકોને વિનંતી
જિલ્લા કલેકટર દ્વારા સાવચેતીના ભાગરુપે તમામ વિભાગ અને તાલુકા કક્ષાના અધિકારીઓ તેમજ કર્મચારીઓને એલર્ટ કરવામાં આવ્યા છે. જિલ્લામાં વરસાદની આગાહીને પગલે એન.ડી.આર.એફ.ની એક ટુકડી આવી છે. જે કોઈપણ મુશ્કેલ સ્થિતિને પહોંચી વળવા તૈનાત છે. જિલ્લામાં ચોમાસાના પ્રારંભથી એક એસ.ડી.આર.એફ ની ટીમ ફાળવવામાં આવેલ છે. NDRF ની એક ટીમ બનાસકાંઠા જિલ્લામાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. NDRF ટીમ કોઈપણ પરિસ્થિતિમાં રાહત અને બચાવ કામગીરી માટે સજજ છે. જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલન કરી મુશ્કેલ પરિસ્થિતિમાં સ્ટેન્ડ ટુ છીએ.