- દેશ માં લોકસભાની ચૂંટણીના પડખમ વાગી રહ્યા છે
- ભાજપ અને કોંગ્રેસ દ્વારા વિવિધ લોકસભા ની સીટ માટે ઉમેદવારો જાહેર કરવામાં આવી ચૂક્યા છે
- ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ ના મહિલા અગ્રણી અને લોક માનસ માં બહોળી ચાહના ધરાવતા, તેમજ તેમની વાકછટા થી ગુજરાત વિધાનસભામાં પણ હંમેશા છવાઈ જતાં ઉત્તર ગુજરાત ના વાવ વિધાનસભાના ધારાસભ્ય એવા ગેનીબેન ઠાકોર ની બનાસકાંઠા ની સીટ પરથી ઉમેદવાર તરીકે જાહેરાત કરાઇ.
- બનાસકાંઠા કોંગ્રેસ ના ઉમેદવાર ગેનીબેન ઠાકોર દ્વારા લોકસભાની ચુંટણી ની પ્રચાર યાત્રા નો પ્રારંભ કરાયો જેમાં તેઓ બનાસકાંઠા ના વિવિધ વિસ્તારો ની મુલાકાત લઈ રહ્યા છે
ગેનીબેન દ્વારા ઉત્તર ગુજરાત ના મગરવાડા મધ્યે દર્શન અને સાધુ સંતો ના આશીર્વાદ
ગેનીબેન ઠાકોર દ્વારા આજ રોજ ઉત્તર ગુજરાત ના પ્રખ્યાત એવા મગરવાડા મધ્યે આવેલ શ્રી માણિભદ્ર વીર દાદા ના મંદિર ના દર્શન કર્યા અને સાધુ સંતો ના આશીર્વાદ લીધા.
આ પ્રસંગે બનાસકાંઠા ના વિવિધ સંતો મહંતો ઉપસ્થિત રહ્યા અને ગેનીબેન ઠાકોર ને વિજય ના આશીર્વાદ આપ્યા. ગેનીબેન દ્વારા વિવિધ સંતો મહંતો નું સ્વાગત કરાયું અને તેમની સાથે ભોજનપ્રસાદ લઈ અને ધન્યતા અનુભવી. તેમજ ગૌ માતાને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવાની જાહેર અને ગૌ હત્યા પ્રતિબંધ લાવવાની નેમ વ્યક્ત કરી.
ગેનીબેન દ્વારા થરાદ મધ્યે જનસંવાદ
બનાસકાંઠા કોંગ્રેસ ના ઉમેદવાર ગેનીબેન ઠાકોર દ્વારા લોકસભાની ચુંટણી ની પ્રચાર યાત્રા યોજાઇ રહી છે જે અંતર્ગત ગેનીબેન ઠાકોર દ્વારા થરાદ શહેરમાં વિષ્ણુ મંદિરે દર્શન અને સામાજીક તેમજ રાજકીય આગેવાનો સાથે જનસંવાદ કાર્યક્રમ યોજાયો. આ જનસંવાદ કાર્યક્રમ માં ગુલાબસિહ રાજપૂત અને અન્ય રાજકીય આગેવાનો એ ઉપસ્થિત રહી દરેક સમાજના આગેવાનો, વડીલો, મહિલાઓ, યુવાનો ઉપસ્થિત રહી જંગી સમર્થન અને પ્રેમ, લાગણી થી પ્રતિસાદ આપ્યો.
ગેનીબેન દ્વારા ડીસા મધ્યે જનસંવાદ
બનાસકાંઠા લોકસભા ના ડીસા તાલુકાના સમશેરપુરા ગામ ખાતે કોંગ્રેસ ના ઉમેદવાર ગેનીબેન ઠાકોર દ્વારા સામાજીક આગેવાનો સાથે જનસંવાદ કાર્યક્રમ યોજાયો આ જનસંવાદ કાર્યક્રમ માં દરેક ગ્રામજનો અને દરેક સમાજના આગેવાનો, વડીલો, મહિલાઓ, યુવાનો ઉપસ્થિત રહી જંગી સમર્થન અને પ્રેમ, લાગણી થી પ્રતિસાદ આપ્યો. ગામની દીકરીઓ દ્વારા ગેનીબેન નું માથે બેડું ઉપાડી સ્વાગત કરાયું.